PANCHAYAT NIYAMO BHAG – 1
700.00 630.00
જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકના વિભાગ એકમાં પંચાયતી રાજ, વિભાગ-2 માં ગ્રામસભા, પંચાયત સભા, સમિતિઓ અને તેના સત્તા-કાર્યો, કાર્યરીતિ તથા વિભાગ ૩ માં પદાધિકારીઓ અને સભ્યો સંબંધી બાબતો આપવામાં આવેલ છે
10 in stock
Description
પંચાયત નિયમો ભાગ – ૧ પંચાયતીરાજ, સભા-સમિતિઓ અને પદાધિકારીઓ
તારીખ 30-11-2019 સુધી સુધાર્યા પ્રમાણે
સંપાદક બિપીનચંદ્ર વૈષ્ણવ આઈ. એ. એસ. (નિવૃત્ત)
આ પુસ્તકમાં તાલુકા, જિલ્લા પંચાયતોની સુપ્રત યોજનાઓ પરિપૂર્ણ કરવા ચૂંટાયેલા પદાધિકારીઓની જવાબદારી બાબતના નિયમો પણ આપેલા છે, જેમાં પંચાયતી રાજ સમિતિનો અહેવાલ પણ સામેલ છે અને કેટલાક પરિપત્રો ઉદાહરણ સાથે આપેલ છે. આ પુસ્તકમાં લેખક ઘણી એવી બાબતોની પણ ચર્ચા કરે છે જે પદાધિકારી, અધિકારી, કર્મચારીની વર્તણૂકને સ્પર્શે છે. લેખક કહે છે કે “આ બાબતો કોઈ કાયદામાં લખી નથી પણ જનમાનસમાં જે દ્રશ્યમાન છે તેને લક્ષમાં રાખવાથી પંચાયતોનાં કામ સોનેરી સુરજે ઝળહળશે.” રાજ્યભરના પંચાયત વિભાગના નાણાકીય નિયમો અને કાયદાઓની સુધારા સાથેની સાચી માહિતીને હાથવગી કરી આપનાર આ પુસ્તક એ ‘પંચાયત નિયમો’ પુસ્તક સીરીઝનો પહેલો ભાગ છે. આ સીરીઝએ ગુજરાતમાં ઘણી લોકચાહના મેળવી છે. શ્રી બિપીનચંદ્ર વૈષ્ણવની અનુભવી કલમે લખાયેલ આ પુસ્તક સીરીઝમાં આ વિષયની દરેક પ્રકારની માહિતી સરળ રીતે ઉપલબ્ધ બને છે.
Additional information
Dimensions | 24.5 × 18.5 × 2.2 cm |
---|
Reviews
There are no reviews yet.