Showing all 8 results
-

-

Clasroom Technica
500.00450.00શિક્ષકની કોઈ એક શિક્ષણ પદ્ધતિ ભિન્ન ભિન્ન મનોભાવો અને શક્તિઓ ધરાવતા બાળકો પર એક સરખી અસરકારકની નીવડતી નથી, પરંતુ તેમની રુચિ અને અરુચિ પ્રમાણે તેનું અલગ અલગ પરિણામ જોવા મળે છે. કુટુંબનું જુદું જુદું વાતાવરણ, શારીરિક અને ભૌતિક શક્તિઓનું વૈવિધ્ય તથા કેટલાક વૈયક્તિક ભેદભાવોને પરિણામે આજે વર્ગ શિક્ષણ બિન અસરકારક નીવડતું જણાય છે અને બાળકોને શિક્ષણ કંટાળા રૂપ અને બોજારોપ લાગવા માંડે છે. આમ, લેખક કહે છે કે અભ્યાસક્રમમાં મૂળભૂત પરિવર્તન લાવવાની પ્રથમ જરૂરિયાત છે. બાળકને રોજિંદા વ્યવહારમાં ઉપયોગી એવું ગણિત, ઈતિહાસ, ભૂગોળનું જ્ઞાન, તેના વ્યક્તિત્વનો વિકાસ કરે તેવા સમાજવિદ્યાનું જ્ઞાન, નાગરિકની ફરજો, જીવનમાં ઉપયોગી ગૃહ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, પ્રાથમિક યંત્ર વિજ્ઞાન, આરોગ્યના મૂળભૂત ખ્યાલો, સાદી મોજણી, વપરાતી ભાષા અને તેનો ઉપયોગ આ બધું લક્ષમાં રાખીને અભ્યાસની પુન:રચના કરવી જરૂરી લાગે છે.
-

DARIYO : GST NI TARASANO
1,000.00780.00(GST ના કર્મચારીઓ, અધિકારીઓ, સલાહકારો અને CA/CS તેમજ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ઉપયોગી) વિનોદ અડવાણી નિવૃત્ત IAS સંયુક્ત કમિશ્નર SGST/GST એ એક પરોક્ષ વેરો છે. આપણા દેશમાં વિકાસના વિવિધ કામો કરવા માટે અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવા માટે જરૂરી એવી રાજ્યની કુલ વેરાકીય આવક પૈકી 70% જેટલી આવક GST અને વેટ જેવા પરોક્ષ વેરામાંથી આવે છે. આપણા દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 17 જેટલા પરોક્ષ વેરાના કાયદા હતા જેનો અમલ છેલ્લા 66 વર્ષથી થતો હતો તેને ભેગા કરીને એક કાયદામાં સમાવિષ્ટ કરી તેને કાર્યાન્વિત કરવાનો ખૂબ જ મોટો પડકાર પાર પાડવામાં આવ્યો છે. આ વેરો બેવડાય નહીં અને તેનું ઓવરઓલ ભારણ ઘટે, સમતોલ આર્થિક વિકાસ થાય, રાજ્યો રાજ્યો વચ્ચે વેરાના દરનું યુદ્ધ રોકાય, આપણા ઉદ્યોગો વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકે, નિકાસને પ્રોત્સાહન અને વેગ મળે, નવી કર પ્રણાલીમાં તેનો અમલ કરવામાં અને કરાવવામાં સરળતા રહે, ઓછામાં ઓછા વિવાદો અને કોર્ટ કેસો થાય વગેરે જેવા શુભ હેતુથી આ કાયદો અમલમાં મુકાયો હતો. GST કાઉન્સિલ તેમજ ઘણી પેટા કમિટીઓમાં પોતાનું આગવું યોગદાન આપી ચૂકેલ શ્રી વિનોદ અડવાણી 41 વર્ષની લાંબી સરકારી સેવામાં રહ્યા છે અને તે દરમિયાન તેઓએ રેન્જ ઇન્ફોર્સમેન્ટ, ચેકપોસ્ટ, વહીવટ, અપીલ, ઈગવર્નન્સ વગેરે જેવી શાખાઓનો અનુભવ મેળવેલો છે. આ અનુભવના આધારે તેમણે પ્રમાણમાં અઘરા લાગતા GST કાયદાની જોગવાઈઓને તથા લાગુ પડતા નિયમો અને કોર્ટ કેસોને આ પુસ્તકમાં સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરેલ છે.
-

GPSC/UPSC INTERVIEW MATENU SARAL MARGARDARSHAN
200.00180.00મહત્વના વર્તમાન પ્રવાહોની પૂરક માહિતી અને ઇન્ટરવ્યૂલક્ષી અગત્યની વિગતો સહિત GPSC/UPSCના Interview માટે કહેવાય છે કે તેને પસાર કરવો ઘણો કઠીન છે, પણ જયારે તમારી પાસે રિટાયર્ડ IAS શ્રી વિનોદ અડવાણીનું આ પુસ્તક છે અને તમે તેને આત્મસાત કરો છો, તો ત્યારે નહિ. GPSC/UPSCના Interview માં પૂછાતી વાતોને લઈને આવ્યા છે શ્રી વિનોદ અડવાણી રિટાયર્ડ IAS. આ પુસ્તકમાં ડોકિયું કરતા ખબર પડે છે કે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાના ઇન્ટરવ્યૂમાં ધ્યાન રાખવાની અગત્યની બાબતો જેવા વિષયો પર તેમણે બહુ જ ઝીણું કાન્ત્યું છે. ઉમેદવારના મનમાં ઉદભવેલ નાનામાં નાના પ્રશ્નોનો પણ જવાબ તેને આ પુસ્તક માંથી મળી રહે તે રીતે તેમણે આખા પુસ્તકને મઠાર્યું છે. દાખલા તરીકે GPSC/UPSCના ઇન્ટરવ્યૂના જવાબો માટે આંકડા ગોખવા જોઈએ? અથવા તો GPSC/UPSCના ઇન્ટરવ્યૂમાં સફળ થનાર વ્યક્તિ વિશેષ હોતી નથી પરંતુ એના પ્રયત્નો વિશેષ હોય છે જેવા મહત્વના 14 વિષયો પર તેમણે ખૂબ જ ઊંડાણથી ચર્ચા કરી છે. ચર્ચાની ભાષા ખૂબ સરળ છે જે વાચકને આગળની વાત સમજવા માટે પ્રેરક બને છે.
-

Kelavani Kaushalya
550.00495.00શિક્ષણ અને કેળવણીને લગતા કોઈપણ વિચાર કે મુદ્દા ઉપરની માહિતી કે માર્ગદર્શન મેળવવા માટેનો એક એન્સાઈકલોપીડિયા જેવો આ ગ્રંથ હજારો શિક્ષકો, આચાર્ય અને શિક્ષણપ્રેમીજનોને પ્રેરક માહિતી અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવા માટે સક્ષમ બની રહે તેવો છે. શિક્ષણ અને કેળવણી બંનેની બહુ સરસ વ્યાખ્યા કરીને કેળવણી પર ભાર મૂકીને સંપાદનકર્તા કહે છે કે શિક્ષણ એટલે જ્ઞાન પ્રાપ્તિ પરંતુ, જ્ઞાન પ્રાપ્તિ ઉપરાંત તે અંગેનું કૌશલ્ય અને બંનેનો વિનયપૂર્વકનો ઉપયોગ એટલે કેળવણી.
-

-

Shaishanik Chintan
500.00450.00ડોક્ટર મોહનભાઈ પંચાલ દ્વારા લિખિત ‘શૈક્ષણિક ચિંતન પુસ્તકમાં વર્ગખંડોમાં કેદ થયેલા શિક્ષણને મુક્તિ આપીને તેને જીવન ઉપયોગી અને વ્યવહારો આયામ બક્ષનાર લેખક શિક્ષણમાં ક્રિયાત્મક અને પ્રાયોગિક પરિવર્તનની વાત કરે છે. તેઓ કહે છે, પરિવર્તનની પ્રક્રિયા અવિરત ચાલ્યા જ કરે છે. આ પરિસ્થિતિઓના સંદર્ભમાં શિક્ષણ પણ બદલાવું જોઈએ. શિક્ષણનાં સિદ્ધાંતો, પદ્ધતિઓ અને પરિણામોમાં આમૂલ પરિવર્તન આવે એ સ્વાભાવિક ગણાવું જોઈએ. દેશ અને દુનિયામાં સામાજિક, આર્થિક, ઔદ્યોગિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આપણા દેશમાં જે પરિવર્તનો આવી રહ્યા છે તેના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રે બહુ જૂજ, સામાન્ય પરિવર્તન આવ્યું છે.
-

