GPSC/UPSC INTERVIEW MATENU SARAL MARGARDARSHAN

200.00  180.00

મહત્વના વર્તમાન પ્રવાહોની પૂરક માહિતી અને ઇન્ટરવ્યૂલક્ષી અગત્યની વિગતો સહિત GPSC/UPSCના Interview માટે કહેવાય છે કે તેને પસાર કરવો ઘણો કઠીન છે, પણ જયારે તમારી પાસે રિટાયર્ડ IAS શ્રી વિનોદ અડવાણીનું આ પુસ્તક છે અને તમે તેને આત્મસાત કરો છો, તો ત્યારે નહિ. GPSC/UPSCના Interview માં પૂછાતી વાતોને લઈને આવ્યા છે શ્રી વિનોદ અડવાણી રિટાયર્ડ IAS. આ પુસ્તકમાં ડોકિયું કરતા ખબર પડે છે કે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાના ઇન્ટરવ્યૂમાં ધ્યાન રાખવાની અગત્યની બાબતો જેવા વિષયો પર તેમણે બહુ જ ઝીણું કાન્ત્યું છે. ઉમેદવારના મનમાં ઉદભવેલ નાનામાં નાના પ્રશ્નોનો પણ જવાબ તેને આ પુસ્તક માંથી મળી રહે તે રીતે તેમણે આખા પુસ્તકને મઠાર્યું છે. દાખલા તરીકે GPSC/UPSCના ઇન્ટરવ્યૂના જવાબો માટે આંકડા ગોખવા જોઈએ? અથવા તો GPSC/UPSCના ઇન્ટરવ્યૂમાં સફળ થનાર વ્યક્તિ વિશેષ હોતી નથી પરંતુ એના પ્રયત્નો વિશેષ હોય છે જેવા મહત્વના 14 વિષયો પર તેમણે ખૂબ જ ઊંડાણથી ચર્ચા કરી છે. ચર્ચાની ભાષા ખૂબ સરળ છે જે વાચકને આગળની વાત સમજવા માટે પ્રેરક બને છે.

5 in stock

Description

ત્યાર પછીના વિભાગમાં લેખકશ્રીએ લેટેસ્ટ હોટ ટોપીક્સ પણ આપ્યા છે જેમાં વિશ્વના જુદા જુદા તાજેતરના પ્રશ્નોને લઈને કેવી રીતે તૈયારી થઈ શકે તેની છણાવટ કરી છે. આમ GPSC/UPSCના Interview માટેનું સરળ માર્ગદર્શન પુસ્તકનું નામ તેના નામ અનુસાર ગુણ ધરાવે છે સૌર ઊર્જા સરકારી યોજનાઓ, કેટલીક કલ્યાણકારી યોજનાઓ, ખેતી સંલગ્ન ક્રાંતિની વિગતો, વિવિધ કાયદાઓ, ચાર્ટર એક્ટ, રેગ્યુલેટિંગ એક્ટ, ઇન્ડિયન કાઉન્સિલ્સ એકટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ જેવા અગત્યના કાયદાઓ, ભારતની ગુપ્તચર એજન્સી રોની ઇન્ટરવ્યૂ લક્ષી અગત્યની માહિતી વગેરે વાતો લેટેસ્ટ હોટ ટોપીક વિભાગમાં આવરી લઈને તેમણે વિદ્યાર્થીઓને અને વ્યક્તિ વિશેષોને ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

Additional information

Weight 300 g
Dimensions 21.5 × 14 × 1 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “GPSC/UPSC INTERVIEW MATENU SARAL MARGARDARSHAN”

Your email address will not be published. Required fields are marked *