GUJARAT JAMIN MEHSUL ADHINIYAM

2,000.00  1,800.00

વિકસતા જમાનામાં રોજબરોજ થતાં કાયદા-નિયમોના સુધારાઓ ઘણા મહત્વના હોય છે. તેથી તે તમામને આવરી લઈને જમીન મહેસૂલ કાયદા નિયમોનું એક આદર્શ સંકલન આ પુસ્તક તરીકે રજૂ કરવામાં આવેલ છે જે દરેક કલમ-નિયમ હેઠળ સરળ સમજૂતી-ચર્ચા સરકારી ઠરાવો-પરિપત્રોના ઉલ્લેખ અને હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના સંબંધકર્તા ચુકાદાઓ સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અધ્યતન સંકલિત પ્રકાશન ખેડૂતો અને મહેસૂલી અધિકારીઓને જ નહીં પરંતુ જમીનનો રહેઠાણ અને ઔદ્યોગિક ઉપયોગ કરતાં સૌ કોઈને તથા રાહત દરે જમીન આપવાની વિવિધ જોગવાઈઓ જોતાં જાહેર સંસ્થાઓ, ટ્રસ્ટો અને પછાત વર્ગની જનતા વગેરેને ઘણું ઉપયોગી હશે.

10 in stock

Description

ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ, ૧૮૭૯ અને ગુજરાત જમીન મહેસૂલ નિયમો, ૧૯૭૨
(તારીખ ૧/૮/૨૦૧૮ સુધી સુધાર્યા પ્રમાણે)
ગુ. જ. મ. ધારો-નિયમોની કલમવાર ચર્ચા, હાઇકોર્ટના ચુકાદાઓ, પરિપત્રો, પંચાયતધારાની મહેસૂલી જોગવાઈઓ, રેવન્યુ રીકવરી એક્ટ અને જ્યુરીડીકશન એક્ટ સહિત સંપૂર્ણ મેન્યુઅલ)
સંપાદક બિપીનચંદ્ર વૈષ્ણવ આઈ. એ. એસ. (નિવૃત્ત)
મહેસુલ ખાતાના હસ્તકની અનેક બાબતોમાં સત્તા-કાર્યો પંચાયતોને સુપ્રત થયેલાં હોવાથી તમામ પંચાયતો અને તેના પદાધિકારીઓ તથા વહીવટી અધિકારીઓ, એડવોકેટ મિત્રો, જાહેર સેવાના કાર્યકરો તથા આ વિષય સંબંધી ખાતાકીય પરીક્ષાર્થીઓને તે ઘણું જ ઉપયોગી થશે. આ પુસ્તકમાં જમીન મહેસુલ કાયદાની પૂર્વભૂમિકા અને વિચારધારાઓ, મહેસૂલી અધિકારીઓની નિમણૂક અને તેમની સત્તા, મહેસુલી અધિકારીઓએ આપવાની જામીનગીરી બાબત અને જામીન આપનારાનીઓ તથા જમીનોની જવાબદારી બાબત પર વિવિધ પ્રકરણ અંતર્ગત પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તકના વિભાગ -૧માં ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ, ૧૮૭૯ મુજબ અને વિભાગ-૨માં ગુજરાત જમીન મહેસૂલ નિયમો, ૧૯૭૨ મુજબ માહિતી આપવામાં આવેલ છે.

Additional information

Dimensions 24.6 × 18.6 × 4.3 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “GUJARAT JAMIN MEHSUL ADHINIYAM”

Your email address will not be published. Required fields are marked *