Kelavani Kaushalya
550.00 495.00
શિક્ષણ અને કેળવણીને લગતા કોઈપણ વિચાર કે મુદ્દા ઉપરની માહિતી કે માર્ગદર્શન મેળવવા માટેનો એક એન્સાઈકલોપીડિયા જેવો આ ગ્રંથ હજારો શિક્ષકો, આચાર્ય અને શિક્ષણપ્રેમીજનોને પ્રેરક માહિતી અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવા માટે સક્ષમ બની રહે તેવો છે. શિક્ષણ અને કેળવણી બંનેની બહુ સરસ વ્યાખ્યા કરીને કેળવણી પર ભાર મૂકીને સંપાદનકર્તા કહે છે કે શિક્ષણ એટલે જ્ઞાન પ્રાપ્તિ પરંતુ, જ્ઞાન પ્રાપ્તિ ઉપરાંત તે અંગેનું કૌશલ્ય અને બંનેનો વિનયપૂર્વકનો ઉપયોગ એટલે કેળવણી.
Description
વિષયવૈવિધ્ય, ઉપયોગિતા, પ્રયોગશીલતા, અજમાયશ ક્ષમતા અને લેખકોની રજૂઆત ઈત્યાદી પાસાઓની ઉચિત સમતુલા જળવાઈ રહે તે રીતે આ ગ્રંથમાં નાના મોટા કેળવણીકારો અને શિક્ષકો, ઉપરાંત અમુક બહુ જાણીતા, અનુભવી અને વ્યવસાયિકોનાં 60 ઉપરાંત કેળવણી વિષયક લેખો મૂકવામાં આવ્યા છે. આ પુસ્તકમાં કેળવણી શબ્દના અર્થ અનુસાર શાળાઓમાં અધ્યયન અધ્યાપન કરવા કરાવવા માટેના વિવિધ કૌશલ્યો, સ્કીલ, ટેકનીક કયાં કયાં અને કેવાં કેવાં હોઈ શકે તે અંગેના વિચારો અને પ્રયોગો વિશે વિશદ છણાવટ થયેલ છે. શિક્ષણ અને કેળવણી સાથે સંબંધ ધરાવતા અનેક વિષયો અને મુદ્દાઓ ઉપર ગુજરાતના કેળવણીકારો અને તજજ્ઞનું ચિંતન અને અનુભવોને તેમના પોતાના જ શબ્દો અને સંવેદનાઓ દ્વારા અહીં એક જ પુસ્તકમાં સંચિત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યાં છે.
Reviews
There are no reviews yet.