Champaner- A Medieval Capital
3,000.00વડોદરા પાસે, પાવાગઢ ટેકરીની તળેટીમાં સ્થિત, ભારતના સમૃદ્ધ, સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાના અમૂલ્ય રત્ન સમાન ચાંપાનેર, મધ્યયુગની એક ભવ્ય અને શાહી રાજધાની છે. ગાઢ જંગલની લીલોતરીમાંથી ડોકિયાં કરતાં સ્થાપત્યોનાં જીવંત ઈતિહાસ અને ફોટોગ્રાફ્સનું તગડું કલેક્શન એટલે આ કોફીટેબલ બુક. અંગત મુલાકાત વખતે પણ નજરે ન ચડે તેવી આ સ્થાપત્યોની અદભૂત ખૂબીઓને લેખકના કેમેરાએ આબાદ રીતે પકડીને હાઈલાઈટ કરીને આપી છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટસમાં સ્થાન પામેલ ચાંપાનેરના આ સ્થાપત્યોનો દરેક ફોટો, તેને જોનારને અભિભૂત અને રસતરબોળ કરી દે એટલો જીવંત છે. જોવા, માણવા અને ભેટ આપવા માટે ઉત્તમ, આ કોફીટેબલ બુક જરૂરથી તમારા બુક કલેક્શનમાં શિરમોર બની રહેશે