VAHI GAYELA DIVASO
અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયમાંથી એમ એ કર્યા બાદ, પોલીસ પ્રશિક્ષણ દરમિયાન જ તેઓ આઈ.એ.એસ. ગુજરાત 1965ની બેચમાં ગુજરાતમાં આવી ગયા હતા. તેમણે ગુજરાત સરકારની જુદી જુદી જગ્યાઓ પર પોતાની વિવિધ ભૂમિકાઓ નિભાવી અને તે દરમિયાન મેળવેલા અનુભવોનું સમૃદ્ધ ભાથું તેઓ આ પુસ્તક દ્વ્રારા વહેંચી રહ્યા છે. આ સંસ્મરણ અશોક ભાટિયાના વ્યક્તિગત જીવનના ઉતાર-ચડાવ, સંઘર્ષો અને સફળતાઓ વિશે છે. તેમણે પોતાના સમયના જીવનનું અહીંયા સચોટ, તટસ્થ અને જીવંત ચિત્રણ કર્યું છે.