• THINK EVEREST

    THINK EVEREST

    700.00  630.00

    અતુલ કરવલ કે જે ઇન્ડિયન પોલીસ સર્વિસના ઓફિસર છે. તેમણે જોયેલ એક અશક્યવત સપનાને, જિંદગીનું જોખમ ખેડીને, અપાર વિઘ્નોને પાર કરીને સાકાર કરવાની આ પ્રેરણા ગાથા છે. ગુજરાતના સૌપ્રથમ એવરેસ્ટ આરોહકની આ સાહસ કથા છે. તમામ મુશ્કેલીઓનો સામનો કરી જીવનનાં મસમોટાં સપનાંને સાકાર કરવાની આ પ્રેરણા ગાથા છે અને મનની શક્તિ વડે શરીરની ક્ષમતાઓની સીમા વધારવાની આ ચિંતનયાત્રા છે. આ પુસ્તકમાં લેખક એક જગ્યાએ લખે છે, “મન પાસે માનવીય સિદ્ધિઓની સીમાઓ તોડવાની તાકાત છે.” આ પુસ્તક વિશે હીઝ હોલીનેસ ધ દલાઈ લામા કહે છે, આ પ્રેરણાદાયી પુસ્તક ‘થિન્ક એવરેસ્ટ’ બીજાઓને પણ શ્રી કરવલની સિદ્ધિની બરાબરી કરવાનું પ્રોત્સાહન આપશે એમાં શંકાને સ્થાન નથી.