-

3,000.00 2,700.00
આ બાલ ચિત્રાવલી બાળ સહજ રમતિયાળપણું, આતુરતા અને તેની જીજ્ઞાસાવૃત્તિને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલ છે. તે બનાવવા માટે ખૂબ મજબૂત મટીરીયલ વાપરવામાં આવેલ છે અને તે ફોર કલરમાં બનાવવામાં આવેલ છે. આ બાલ ચિત્રાવલીની ખાસ વાત છે તેની સાઈઝ. બાળકને મોટી સાઈઝની બાલ ચિત્રાવલી સ્વાભાવિકપણે જ આકર્ષે છે અને તે આ ચિત્રાવલીના બધા જ ચિત્રો ફરી-ફરીને જોઇને તેને યાદ રાખે છે. બાલ ચિત્રાવલીમાં સમાવિષ્ટ કરેલ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, શાકભાજી, ફળો, આકાર, શરીરના અંગો અને વ્યવસાય, પહેરવેશ વિગેરેના આકર્ષક ચિત્રોની મદદથી બાળક તેની આસપાસની દુનિયા વિશે ઘણું બધું જાણે છે, જે તેને વ્યવહારુ જીવનમાં અત્યંત ઉપયોગી બને છે.
-

2,500.00 2,250.00
જોડકણાં ગાડી
બાળકને સૌથી વધારે ગમતી પ્રવૃત્તિને ઓળખી, બાળક દ્વારા સહેલાઈથી ફાટી ના જાય તેવી રીતે, બાળકને ગમતી મોટી સાઈઝમાં ‘જોડકણાં ગાડી’ બનાવવામાં આવેલ છે. જોડકણાંને ચોક્કસ તાલ અને લયમાં ગાવું બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. બાળકોને તેની આસપાસની દુનિયામાં જોવા મળતી દરેક વસ્તુનો પરિચય જોડકણાં ગાડી પુસ્તકમાં આપવામાં આવેલાં જોડકણાં સાથેનાં વિવિધ પ્રકારના ચાર્ટ દ્વારા રમતાં-રમતાં મળી શકે છે. જોડકણાં ગાડી પુસ્તકમાં પર્યાવરણ, વૃક્ષો, ખેતીના પાક તથા બાળકોની આસપાસની દુનિયાની તમામ વસ્તુઓને આવરી લેતાં વિવિધ પ્રકારનાં રંગબેરંગી ચાર્ટનો સમાવેશ કરાયેલ છે.