Showing 1–12 of 32 results
-

1,500.00 1,350.00
આ પુસ્તક છે સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટસ, કેન્દ્રીય માહિતી આયોગ, ગુજરાત રાજ્ય માહિતી આયોગ તથા અન્ય રાજ્ય માહિતી આયોગના ચૂંટી કાઢેલા 370 ચૂકાદાઓનો સંક્ષિપ્તમાં ભાવાર્થ સાર સંગ્રહ. તેમાં સમાવેશ થયો છે માહિતી અધિકાર અધિનિયમ 2005 ને લગતા અગત્યના ઠરાવો, પરિપત્રો અને માર્ગદર્શિકાઓનો.આ પુસ્તકમાં મુખ્યત્વે બે બાબતો ધ્યાનમાં લઇ વિષય વસ્તુનો સમાવેશ કરેલ છે. એક તો માહિતી અધિકાર અધિનિયમ 2005 અન્વયે અરજદારોને જાહેર માહિતી અધિકારી દ્વારા મળતા પ્રતિભાવો સંદર્ભે કોઈ પણ પ્રકારની માહિતીઓની અપૂર્ણાંતા, અધૂરપ અથવા માહિતીઓ સંદર્ભે અરજદારોને થતા અસંતોષને કારણે થતી અપીલો અને ફરિયાદો અન્વયે થતા ન્યાયિક હુકમો એટલે કે ચુકાદાઓ પૈકીના લેખકને યોગ્ય લાગેલા મહત્વના ચુકાદાઓનો સંક્ષિપ્ત ભાવાર્થરૂપે સાર રજૂ કર્યો છે. આવી અપીલો અને ફરિયાદો જેનો કેન્દ્રીય માહિતી આયોગ, ગુજરાત રાજ્ય માહિતી આયોગ અને કેટલાક અન્ય રાજ્ય માહિતી આયોગના ચુકાદાઓનો આ પુસ્તકમાં સમાવેશ થયો છે.
-

700.00 630.00
‘રાજ્ય સેવકોની સેવા વિષયક બાબતોની માર્ગદર્શિકા’ અંગેના આ પુસ્તકમાંનુ લખાણ ગુજરાત સરકારશ્રીના લાગુ પડતા, સંબંધિત સેવા-મહેકમ વિષયક નિયમો, ઠરાવો, પરિપત્રો અને લેખકના સરકારી સેવાકાળ દરમિયાનના અનુભવોના આધારે તૈયાર કરાયેલ છે. લાગુ પડતા નિયમો, ઠરાવો, પરિપત્ર વખતોવખત બદલાતા રહે છે. આ પુસ્તકમાં માર્ચ 2024 સુધીના સુધારા આવરી લેવાયેલ છે. રાજ્ય સેવકોની સેવા વિષયક બાબતોની માર્ગદર્શિકા અંગે લખાયેલ આ પુસ્તક સરકારી અધિકારીઓને અને કર્મચારીઓને સરકારી સેવા વિષયક બાબતોની પાયાની જાણકારી મળી રહે તે હેતુસર તૈયાર કરવામાં આવેલ છે. જેમણે ગુજરાત સરકારમાં સચિવાલય કક્ષાએ 40 વર્ષ સુધી જુદા જુદા વહીવટી પદો પર સંનિષ્ઠાપૂર્વક ફરજો બજાવેલ છે તેવાં લેખક શ્રી સી.પી. ઝિંઝુવાડીયા દ્વારા લિખિત આ પુસ્તક રાજ્ય સેવકોને તેમની હોદ્દાકીય, રોજબરોજની વિવિધ વહીવટી કામગીરી કરવામાં અને કરાવવામાં મદદરૂપ થશે.
-

500.00 450.00
હજાર શબ્દોનો નિબંધ સમજવામાં મદદ કરે છે 100 શબ્દોની વાર્તા. બોધ કથાઓના માધ્યમથી બાળકોના સફળ અને અસરકારક ઉછેરની ચર્ચા કરતું આ પુસ્તક માવતરોને અને વડીલોને ઉપયોગી સાબિત થશે એવું લેખક માને છે. આ પુસ્તકને ખરેખર તો પેરેન્ટિંગ માટેના એક આદર્શ નમૂના રૂપ પુસ્તક કહી શકાય કારણ કે બાળ ઉછેર ને લગતા તમામ મુદ્દાઓને સહજ રીતે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વડે આ પુસ્તકમાં આવરી લેવામાં આવેલ છે.
-

1,000.00 900.00
વાંચવા અને વંચાવવા જેવું પુસ્તક. નામ પ્રમાણે દિનનો મહિમા તો પુસ્તક આપે જ છે, પણ તે ધાર્યા કરતાં અનેક ગણું આપી જાય છે. પ્રત્યેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિનનું મહિમા મંડન ખૂબ જ રસ પૂર્વક થયું છે. જ્ઞાન-માહિતીના પ્રચાર -પ્રસાર માટે અને જનજાગૃતિ માટે ઉજવાતા ખાસ દિન અને સપ્તાહની સૂચિમાં જે – તે દિન-સપ્તાહ નું મહત્વ તેની સંપૂર્ણ માહિતી સાથે આપેલ હોઈ તેને ખાસ વસાવવા જેવા પુસ્તકની યાદીમાં મૂકવું ઘટે. માત્ર સરકારી રાહે જ ઉજવાતા ખાસ દિન-સપ્તાહ ની ઉજવણી માં વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો જોડાય એવી આશા પણ લેખક વ્યક્ત કરે છે.
-

2,000.00 1,800.00
વિકસતા જમાનામાં રોજબરોજ થતાં કાયદા-નિયમોના સુધારાઓ ઘણા મહત્વના હોય છે. તેથી તે તમામને આવરી લઈને જમીન મહેસૂલ કાયદા નિયમોનું એક આદર્શ સંકલન આ પુસ્તક તરીકે રજૂ કરવામાં આવેલ છે જે દરેક કલમ-નિયમ હેઠળ સરળ સમજૂતી-ચર્ચા સરકારી ઠરાવો-પરિપત્રોના ઉલ્લેખ અને હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના સંબંધકર્તા ચુકાદાઓ સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અધ્યતન સંકલિત પ્રકાશન ખેડૂતો અને મહેસૂલી અધિકારીઓને જ નહીં પરંતુ જમીનનો રહેઠાણ અને ઔદ્યોગિક ઉપયોગ કરતાં સૌ કોઈને તથા રાહત દરે જમીન આપવાની વિવિધ જોગવાઈઓ જોતાં જાહેર સંસ્થાઓ, ટ્રસ્ટો અને પછાત વર્ગની જનતા વગેરેને ઘણું ઉપયોગી હશે.
-

-

2,000.00 1,800.00
પંચાયતી રાજ વ્યવસ્થા ને 73 માં બંધારણ સુધારાથી બંધારણીય સ્થાન મળ્યું છે, તે અન્વયે 1993 ના પંચાયત અધિનિયમનો અમલ શરૂ થયેલ છે. તેથી, ‘પંચાયત’ વિશેની તમામ માહિતીઓ, તેના સુધારાઓ સાથે આવરી લેતાં આ પુસ્તકનું મહત્વ ઘણું જ વધી જાય છે. આ પુસ્તકમાં પંચાયત ધારાની કલમવાર સરળ સમજૂતી, પંચાયતી વહીવટ અને કાયદાનું સુસંકલન કરીને કાયદાના પ્રબંધો, નિયમો, હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, સરકારી ઠરાવો અને પરિપત્રોની વિગતો સરળ અને મુદ્દાસર રજૂ કરી છે, તેમજ પાછળ છેલ્લે પુરવણી 1 થી 11 માં ઉપયોગી માહિતી પણ મૂકી છે. કાયદાના અમલ અને પંચાયતી વ્યવસ્થા સાથે સંકળાયેલા સૌ કોઈને માટે ‘પંચાયત ધારો’ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડશે.
-

500.00 450.00
પુરાતન કાળથી વાર્તાઓનો દોર ચાલ્યો આવે છે. આગળની પેઢીને કોઈ સંદેશ કે અગત્યની વાત પહોંચાડવા માંગતા આપણા વડીલોએ ખૂબ સુંદર રીતે આ સંદેશાઓને વાર્તાના રૂપમાં ગૂંથ્યા છે. આવો જ એક ખાસ સંદેશ – દાનનો સંદેશ પ્રસરાવતી અનોખી વાર્તાઓનો સંગ્રહ એટલે ‘કઢી-ખીચડી’ પુસ્તક. પુસ્તકના મથાળા સાથે જ લેખકે વાક્ય મૂક્યું છે, “જીવન પ્રવાહને પ્રેરક બનાવતી દાનવીર કથાઓ.”
-

1,000.00 900.00
આ પુસ્તકમાં ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, 1971 અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971 ની સરળ ભાષામાં, ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી છે. તેથી સરકારમાં સીધી ભરતીથી નિમાતા અધિકારીઓ/ કર્મચારીઓને ફરજોના ભાગરૂપે કરવાની થતી તપાસની કામગીરી, ખાતાકીય પરીક્ષા, તેમજ પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. લેખક શ્રી સી.પી. ઝિંઝુવાડિયાએ રાજ્યકક્ષાની એપેક્ષ તાલીમ સંસ્થા ‘સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન(સ્પીપા) તેમજ વહીવટી વિભાગો હેઠળની અન્ય તાલીમ સંસ્થાઓમાં, તાલીમાર્થીઓને વર્તણૂક-શિસ્ત અને અપીલ નિયમો, વિજિલન્સ કમિશન સાથેનો પરામર્શ, કચેરી કાર્યપદ્ધતિ, માહિતી (મેળવવાનો) અધિકાર અધિનિયમ, 2005 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 વગેરે વિવિધ વિષયો પર રસપ્રદ વ્યાખ્યાનો આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
-

750.00 675.00
શિક્ષણ, મનોવિજ્ઞાન, અને મનોચિકિત્સાના ક્ષેત્રે લેખકનો બહોળો અનુભવ આ પુસ્તકના દરેક પાના પર દ્રષ્ટિગોચર થાય છે. પોતાની નિદાનપ્રક્રિયા દરમ્યાન લેખક અનેક મનોરોગી સ્ત્રીપુરુષોના સંપર્કમાં આવ્યા છે અને તેમણે, તેમના દામ્પત્ય જીવનની વિષમતાઓ અને અધૂરપો અંગે સચોટ માર્ગદર્શન આપ્યું છે. લેખક સ્ત્રીપુરુષના સહજીવન અંગે ઊંડાણથી ચર્ચા કરે છે અને કુટુંબ વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સામાન્ય પરિબળોની ખુલીને ચર્ચા કરે છે.
-

1,000.00 900.00
લેખક શ્રી બિપીનચંદ્ર વૈષ્ણવ પોતાની પ્રસ્તાવનામાં સૌથી પહેલા શ્રી સેમ્યુઅલ જોન્સનની એક લીટી ટાંકે છે. કે, “જ્ઞાન બે પ્રકારનું છે – એક તો માહિતી અને બીજું માહિતીના ઉદગમસ્થાનની આપણને જાણ હોવી.” આ પુસ્તક સાથે આ વાત ખૂબ જ બંધ બેસે છે. આ પુસ્તક એટલે આઠ માસના કાયદા નિયમોના અમલના અનુભવ પછી માહિતી અધિકારની વૈશ્વિક પૂર્વભૂમિકા અને વિચારધારા, કલમ-નિયમવાર ચર્ચા અને કેન્દ્રીય માહિતી પંચના બહાર પડેલ ચુકાદાઓ અને સરકારી ઠરાવો, પરિપત્રોની વિગતો સાથેનું આ અભ્યાસપૂર્ણ સંપૂર્ણ માહિતીસભર પ્રકાશન. લેખકે ઘણી મહેનત પછી, આ પુસ્તક દ્વારા આ હકીકતો ને જુદી જુદી જગ્યાએથી એકઠી કરીને એક જ પુસ્તકમાં મૂકી છે જેથી વાચકોને તે હાથવગી બની રહે અને ખૂબ જ ઉપયોગી બને.
-

750.00 675.00
શિક્ષણ અને કેળવણી વિશે પચાસ-પંચાવન પુસ્તકો લખ્યા પછી લેખકને એવું થયું કે શિક્ષણ-કેળવણીનું ક્ષેત્ર ફક્ત અધ્યયન અને અધ્યાપન પૂરતું સીમિત ન હોઈ શકે પરંતુ તે સમગ્ર માનવ કુળ, સમાજ અને તેના સૌ જનોને ઉંમરની મર્યાદા વગર સ્પર્શતું અને અસર કરતું હોવું જોઈએ.