Swachatama Shanpan

500.00  450.00

‘‘સ્વચ્છતામાં શાણપણ – જાજરૂની ઝુંબેશ” પુસ્તકના લેખિકા જયંતિ એસ રવિ એક વૈજ્ઞાનિક, સિવિલ સર્વન્ટ, વક્તા અને શિક્ષાવિદ છે. આ પુસ્તક, આ લેખિકા, આઇ.એ.એસ અધિકારીનાં ‘ખુલ્લામાં શૌચ મુક્ત મિશન’ વિશેનાં સંનિષ્ઠ કાર્યો પર પ્રકાશ પાડે છે. ‘ખુલ્લામાં મળ ત્યાગ મુક્ત મિશન’ની જમીની હકીકત અને વહીવટી કામોની બારીકાઈને તેમણે ખૂબ સારી રીતે વર્ણવી છે. શૌચાલય બનાવવા માટેના નક્કર, ટેકનિકલ અને વૈજ્ઞાનિક તેમ છતાં કરકસરયુક્ત અને સાદી ડિઝાઇનના માપદંડ જાળવીને મળ કચરાના યોગ્ય નિકાલ માટેના મૂળભૂત નિયમો મજબૂત કરવામાં લેખિકા નો ઘણો મોટો હાથ રહ્યો છે

5 in stock

Description

‘સ્વચ્છતા’ અને શૌચાલય બાંધવાની જરૂરિયાત અંગે તેમણે તેમના કાર્યભારથી ઘણું આગળ વધીને કાર્ય કર્યું છે. એક સમયે તો આ વૈજ્ઞાનિક લેખિકાએ જાતે પાવડો લઈને તગારામાંથી મળ ભેગો કરીને ત્યાંના રહીશોને દેખાડ્યું હતું કે બે ખાડા વાળા શૌચાલયને ખાલી કરવાનું એકદમ સલામત અને ચોખ્ખું છે અને તે ઘરના સભ્યો દ્વારા પણ સરળતાથી થઈ શકે છે. આ પુસ્તક વિશે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કહે છે કે, ‘સ્વચ્છ ભારત અભિયાન પરિવર્તનમાં આ પુસ્તક મુખ્ય સીમાચિહનો પૈકીનું એક પુરવાર થાય.’ તો શ્રી અમિતાભ બચ્ચન કહે છે કે “ખુલ્લામાં શૌચમુક્ત ભારત બનાવવા પ્રતિબદ્ધ પ્રત્યેક વ્યક્તિને આ પુસ્તક પ્રેરણા પૂરી પાડશે.”

Reviews

There are no reviews yet.

Be the first to review “Swachatama Shanpan”

Your email address will not be published. Required fields are marked *