.R.T.I. 370 SAMVATSAR NYAY SARSANGRAH
1,500.00આ પુસ્તક છે સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટસ, કેન્દ્રીય માહિતી આયોગ, ગુજરાત રાજ્ય માહિતી આયોગ તથા અન્ય રાજ્ય માહિતી આયોગના ચૂંટી કાઢેલા 370 ચૂકાદાઓનો સંક્ષિપ્તમાં ભાવાર્થ સાર સંગ્રહ. તેમાં સમાવેશ થયો છે માહિતી અધિકાર અધિનિયમ 2005 ને લગતા અગત્યના ઠરાવો, પરિપત્રો અને માર્ગદર્શિકાઓનો.આ પુસ્તકમાં મુખ્યત્વે બે બાબતો ધ્યાનમાં લઇ વિષય વસ્તુનો સમાવેશ કરેલ છે. એક તો માહિતી અધિકાર અધિનિયમ 2005 અન્વયે અરજદારોને જાહેર માહિતી અધિકારી દ્વારા મળતા પ્રતિભાવો સંદર્ભે કોઈ પણ પ્રકારની માહિતીઓની અપૂર્ણાંતા, અધૂરપ અથવા માહિતીઓ સંદર્ભે અરજદારોને થતા અસંતોષને કારણે થતી અપીલો અને ફરિયાદો અન્વયે થતા ન્યાયિક હુકમો એટલે કે ચુકાદાઓ પૈકીના લેખકને યોગ્ય લાગેલા મહત્વના ચુકાદાઓનો સંક્ષિપ્ત ભાવાર્થરૂપે સાર રજૂ કર્યો છે. આવી અપીલો અને ફરિયાદો જેનો કેન્દ્રીય માહિતી આયોગ, ગુજરાત રાજ્ય માહિતી આયોગ અને કેટલાક અન્ય રાજ્ય માહિતી આયોગના ચુકાદાઓનો આ પુસ્તકમાં સમાવેશ થયો છે.