KISHORAVSTHANI MUNZAVAN ANE MARAG
કિશોરાવસ્થાની સમસ્યાઓથી તો આપણે થોડા પરિચિત છીએ પણ તેના સંભવિત ઉકેલો કેવા હોઈ શકે તે અંગેના વિચારો પ્રેક્ટીકલ રીતે આ પુસ્તકમાં રજૂ થયા છે. આ પુસ્તકની રજૂઆત અને ભાષા શૈલી માત્ર મનોવિજ્ઞાનના વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ માતા-પિતા, શિક્ષકોને તથા સામાન્ય લોકો માટે પણ સુલભ બની રહે છે. આમ આ પુસ્તક કિશોરાવસ્થાની કેળવણી આપવા સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે તો સ્વતંત્રતા સાથે સતર્કતા પણ આપે છે તથા તેમને ધ્યેય નક્કી કરવામાં મદદ કરીને એક જવાબદાર નાગરિક તરીકેની તાલીમ પણ આપે છે.

