KISHORAVSTHANI MUNZAVAN ANE MARAG
200.00 180.00
કિશોરાવસ્થાની સમસ્યાઓથી તો આપણે થોડા પરિચિત છીએ પણ તેના સંભવિત ઉકેલો કેવા હોઈ શકે તે અંગેના વિચારો પ્રેક્ટીકલ રીતે આ પુસ્તકમાં રજૂ થયા છે. આ પુસ્તકની રજૂઆત અને ભાષા શૈલી માત્ર મનોવિજ્ઞાનના વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ માતા-પિતા, શિક્ષકોને તથા સામાન્ય લોકો માટે પણ સુલભ બની રહે છે. આમ આ પુસ્તક કિશોરાવસ્થાની કેળવણી આપવા સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે તો સ્વતંત્રતા સાથે સતર્કતા પણ આપે છે તથા તેમને ધ્યેય નક્કી કરવામાં મદદ કરીને એક જવાબદાર નાગરિક તરીકેની તાલીમ પણ આપે છે.
10 in stock
Description
કિશોરાવસ્થાની મૂંઝવણ અને મારગ’ પુસ્તકમાં કિશોરાવસ્થામાં થતી મૂંઝવણ વિષય પર અનેક વિદ્યાર્થીઓના પ્રશ્નો તેમજ એના નિરાકરણ માટે ખૂબ મનોમંથન કરવામાં આવ્યું છે. અહીં જે ઉપાયો દર્શાવવામાં આવ્યા છે તે માતા-પિતા અને આવનારી પેઢી માટે સીમાચિહ્નરૂપ, માર્ગદર્શક અને ઉપયોગી બની રહેશે. આ પુસ્તક કિશોરાવસ્થા સાથે કામ પાર પાડી રહેલા વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક છે કારણ કે તેમાં માત્ર વર્ણન નથી પરંતુ બદલાવની વાત છે. આ પુસ્તકમાં કેટલાક એવા પ્રેક્ટિકલ સૂચનો છે જે દરેક વાલી પોતાના ઘરમાં પોતાના કિશોર કિશોરીઓ સાથેના વ્યવહારમાં અમલમાં મૂકી શકે તેમ છે. આ પુસ્તક કિશોર અવસ્થાના પડકારો, સમસ્યાઓ અને જરૂરીયાતને વર્ણવે છે અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓના ઉકેલના માર્ગને મોકળો કરી આપે છે.
Additional information
| Dimensions | 21.5 × 14 × 0.8 cm |
|---|







Reviews
There are no reviews yet.