“PANCHAYAT PARICHAY” has been added to your cart.
View cart
-

1,000.00
વાંચવા અને વંચાવવા જેવું પુસ્તક. નામ પ્રમાણે દિનનો મહિમા તો પુસ્તક આપે જ છે, પણ તે ધાર્યા કરતાં અનેક ગણું આપી જાય છે. પ્રત્યેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિનનું મહિમા મંડન ખૂબ જ રસ પૂર્વક થયું છે. જ્ઞાન-માહિતીના પ્રચાર -પ્રસાર માટે અને જનજાગૃતિ માટે ઉજવાતા ખાસ દિન અને સપ્તાહની સૂચિમાં જે – તે દિન-સપ્તાહ નું મહત્વ તેની સંપૂર્ણ માહિતી સાથે આપેલ હોઈ તેને ખાસ વસાવવા જેવા પુસ્તકની યાદીમાં મૂકવું ઘટે. માત્ર સરકારી રાહે જ ઉજવાતા ખાસ દિન-સપ્તાહ ની ઉજવણી માં વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો જોડાય એવી આશા પણ લેખક વ્યક્ત કરે છે.
-

2,000.00
વિકસતા જમાનામાં રોજબરોજ થતાં કાયદા-નિયમોના સુધારાઓ ઘણા મહત્વના હોય છે. તેથી તે તમામને આવરી લઈને જમીન મહેસૂલ કાયદા નિયમોનું એક આદર્શ સંકલન આ પુસ્તક તરીકે રજૂ કરવામાં આવેલ છે જે દરેક કલમ-નિયમ હેઠળ સરળ સમજૂતી-ચર્ચા સરકારી ઠરાવો-પરિપત્રોના ઉલ્લેખ અને હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના સંબંધકર્તા ચુકાદાઓ સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અધ્યતન સંકલિત પ્રકાશન ખેડૂતો અને મહેસૂલી અધિકારીઓને જ નહીં પરંતુ જમીનનો રહેઠાણ અને ઔદ્યોગિક ઉપયોગ કરતાં સૌ કોઈને તથા રાહત દરે જમીન આપવાની વિવિધ જોગવાઈઓ જોતાં જાહેર સંસ્થાઓ, ટ્રસ્ટો અને પછાત વર્ગની જનતા વગેરેને ઘણું ઉપયોગી હશે.
-

2,000.00
પંચાયતી રાજ વ્યવસ્થા ને 73 માં બંધારણ સુધારાથી બંધારણીય સ્થાન મળ્યું છે, તે અન્વયે 1993 ના પંચાયત અધિનિયમનો અમલ શરૂ થયેલ છે. તેથી, ‘પંચાયત’ વિશેની તમામ માહિતીઓ, તેના સુધારાઓ સાથે આવરી લેતાં આ પુસ્તકનું મહત્વ ઘણું જ વધી જાય છે. આ પુસ્તકમાં પંચાયત ધારાની કલમવાર સરળ સમજૂતી, પંચાયતી વહીવટ અને કાયદાનું સુસંકલન કરીને કાયદાના પ્રબંધો, નિયમો, હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, સરકારી ઠરાવો અને પરિપત્રોની વિગતો સરળ અને મુદ્દાસર રજૂ કરી છે, તેમજ પાછળ છેલ્લે પુરવણી 1 થી 11 માં ઉપયોગી માહિતી પણ મૂકી છે. કાયદાના અમલ અને પંચાયતી વ્યવસ્થા સાથે સંકળાયેલા સૌ કોઈને માટે ‘પંચાયત ધારો’ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડશે.
-

1,000.00
આ પુસ્તકમાં ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, 1971 અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971 ની સરળ ભાષામાં, ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી છે. તેથી સરકારમાં સીધી ભરતીથી નિમાતા અધિકારીઓ/ કર્મચારીઓને ફરજોના ભાગરૂપે કરવાની થતી તપાસની કામગીરી, ખાતાકીય પરીક્ષા, તેમજ પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. લેખક શ્રી સી.પી. ઝિંઝુવાડિયાએ રાજ્યકક્ષાની એપેક્ષ તાલીમ સંસ્થા ‘સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન(સ્પીપા) તેમજ વહીવટી વિભાગો હેઠળની અન્ય તાલીમ સંસ્થાઓમાં, તાલીમાર્થીઓને વર્તણૂક-શિસ્ત અને અપીલ નિયમો, વિજિલન્સ કમિશન સાથેનો પરામર્શ, કચેરી કાર્યપદ્ધતિ, માહિતી (મેળવવાનો) અધિકાર અધિનિયમ, 2005 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 વગેરે વિવિધ વિષયો પર રસપ્રદ વ્યાખ્યાનો આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
-

1,000.00
લેખક શ્રી બિપીનચંદ્ર વૈષ્ણવ પોતાની પ્રસ્તાવનામાં સૌથી પહેલા શ્રી સેમ્યુઅલ જોન્સનની એક લીટી ટાંકે છે. કે, “જ્ઞાન બે પ્રકારનું છે – એક તો માહિતી અને બીજું માહિતીના ઉદગમસ્થાનની આપણને જાણ હોવી.” આ પુસ્તક સાથે આ વાત ખૂબ જ બંધ બેસે છે. આ પુસ્તક એટલે આઠ માસના કાયદા નિયમોના અમલના અનુભવ પછી માહિતી અધિકારની વૈશ્વિક પૂર્વભૂમિકા અને વિચારધારા, કલમ-નિયમવાર ચર્ચા અને કેન્દ્રીય માહિતી પંચના બહાર પડેલ ચુકાદાઓ અને સરકારી ઠરાવો, પરિપત્રોની વિગતો સાથેનું આ અભ્યાસપૂર્ણ સંપૂર્ણ માહિતીસભર પ્રકાશન. લેખકે ઘણી મહેનત પછી, આ પુસ્તક દ્વારા આ હકીકતો ને જુદી જુદી જગ્યાએથી એકઠી કરીને એક જ પુસ્તકમાં મૂકી છે જેથી વાચકોને તે હાથવગી બની રહે અને ખૂબ જ ઉપયોગી બને.
-

700.00
જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકના વિભાગ એકમાં પંચાયતી રાજ, વિભાગ-2 માં ગ્રામસભા, પંચાયત સભા, સમિતિઓ અને તેના સત્તા-કાર્યો, કાર્યરીતિ તથા વિભાગ ૩ માં પદાધિકારીઓ અને સભ્યો સંબંધી બાબતો આપવામાં આવેલ છે
-

1,300.00
જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં વિભાગ એક માં ગ્રામ પંચાયતની સત્તા, કાર્યો અને ફરજો વિશેના નિયમો આપવામાં આવ્યા છે, વિભાગ-2 માં તાલુકા પંચાયતનાં સત્તા, કાર્યો, ફરજો, વિભાગ ત્રણમાં જિલ્લા પંચાયતના સત્તા, કાર્યો અને ફરજો અને વિભાગ-4 માં એકથી વધુ સ્તરની પંચાયતોના સત્તા કાર્યો અને ફરજોનાં નિયમો આપવામાં આવેલ છે.
-

1,000.00
જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં વિભાગ એકમાં પંચાયતોના આવકના સાધનો, કર, ફી, લોન, સહાય વગેરે વિશેનાં નિયમો આપેલાં છે જ્યારે વિભાગ-2 માં પંચાયતોની જમીન-મિલકત સંબંધી બાબતોનાં નિયમો આપેલાં છે અને વિભાગ ત્રણમાં નિયંત્રણ ના નિયમોમાં નિયંત્રણ સંબંધી કાયદાકીય જોગવાઈ અને અન્ય નિયમોનો સમાવેશ થાય છે.
-

1,500.00
જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ‘ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ નિયમો’ વિગતવાર આપેલાં છે અને જરૂર જણાય ત્યાં તેની સમજૂતી પણ આપેલ છે. આ પુસ્તક આપેલા મુદ્દાને લગતાં તમામ નિયમો આવરી લે છે અને પેટા-નિયમો, વ્યાખ્યા, સંજ્ઞા, અપવાદ વગેરેની પણ વિસ્તૃત ચર્ચા કરે છે.
-

500.00
જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પંચાયતોનાં લોકલ ફંડ, ઓડિટને લગતાં તથા વિવિધ નાણાકીય કાર્યવાહી અંતર્ગત યોજાતાં શબ્દોની વ્યાખ્યાઓ, શરતો, તેનું અર્થઘટન, કલમો, પેટા કલમો, નિયમો, પેટા નિયમો, અને આ સર્વેની વિસ્તૃત, સરળ સમજૂતી, તેનાં વિકલ્પો વિગેરે ઝીણી ઝીણી વિગતો આવરી લેવાઈ છે. આથી જ ‘ પંચાયત નિયમો’ માટે આ પુસ્તક એક આદર્શ અને આધારભૂત રેફેરેન્સ બુક બની રહે છે.
-
