-

400.00 360.00
કવિશ્રીના શબ્દોમાં જોઈએ તો, “જેલ મહીં પણ બેઠો બેઠો, એક હુંકાર કરું છું માધવધારી શક્તિ દ્વારા, રણટંકાર કરું છું” ભારત દેશના ઇતિહાસ ઉપર કવિશ્રી ડી.જી.વણજારાની પકડ ખૂબ સારી છે. ઇતિહાસને તેમણે ન્યાયના ત્રાજવામાં તોલીને તેના પર ખૂબ જ સરસ વિવેચન કરેલું છે. તેમણે ભારત વર્ષના મહાન નેતાઓ અને વિદ્વાનોનો ઉલ્લેખ પ્રસ્તાવના દ્વારા કર્યો છે અને તેમની ઉપલબ્ધિઓને કાવ્ય દ્વારા બિરદાવી છે. રણટંકાર કાવ્યસંગ્રહના પાને પાને ભારત દેશના ઇતિહાસના ગૌરવગાન દેખાય છે. આ કાવ્ય સંગ્રહના એક કાવ્યમાં કવિ લખે છે,
-

500.00 450.00
રાષ્ટ્ર વંદના કાવ્યસંગ્રહના કાવ્યો વીરરસ, ક્ષાત્રવૃત્તિ અને રાષ્ટ્રપ્રેમથી તરબોળ છે. સમાજમાં સામાજિક એકતા, એકાત્મતા અને સમરસતા સંપૂર્ણપણે પ્રસ્થાપિત થાય તેવી પ્રબળ આકાંક્ષા પણ આ કાવ્યસંગ્રહના ઘણા કાવ્યોમાં વ્યક્ત કરવામાં આવી છે. કવિશ્રી કહે છે કે ભારતના સુદૂર અતિત અને ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો એક બાબત સ્પષ્ટ છે કે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં રાષ્ટ્ર હંમેશા કેન્દ્રસ્થાને રહ્યો છે અને રાષ્ટ્રના પાયામાં રહી છે આધ્યાત્મિકતા. ભારતની ઓળખાણ એક આધ્યાત્મિક ભારત તરીકેની રહી છે. ભારતની આધ્યાત્મિકતાએ રાષ્ટ્રને હંમેશા સર્વોપરી માન્યો છે. રાષ્ટ્ર સામે બધું જ ગૌણ છે.
-

400.00 360.00
આ કાવ્યસંગ્રહનું નામ જ સર્વેસર્વા છે જ્યાં રાષ્ટ્રપ્રેમની અદભૂત વાત ગંગાના પ્રવાહની જેમ વહે છે. કાવ્યસંગ્રહનો આ પ્રવાહ ક્યાંક વેગપૂર્વક તો ક્યાંક શાંત રીતે પ્રવાહિત થાય છે. ઇતિહાસની આબેહૂબ છબી જેવી તેમની રચનાઓ તેમના ભાવોને એક અસરકારક સંદેશની જેમ વાચકના મનમાં પ્રતિબિંબિત કરે છે. ખાખી વસ્ત્રે સન્યાસી છું, એવું કહેવાવાળા અને પોતાને દેશભક્ત, ઈશ્વરભક્ત અને ગુરુભક્ત તરીકે ઓળખાવવાવાળા કવિશ્રી રાષ્ટ્રભક્તિને સર્વોપરી મને છે અને કહે છે કે રાષ્ટ્રપ્રેમ જ છે, રાષ્ટ્ર વંદના, ગુરુ વંદના, વિશ્વ વંદના અને અસ્તિત્વ વંદના. આ કાવ્યસંગ્રહની એક મમળાવવા જેવી પંક્તિ છે.
-

400.00 360.00
કવિ શ્રી ડી.જી. વણજારાના કારાવાસ દરમિયાન લખેલી બધી જ કવિતાઓ પૈકી જે છપાવવા જેવી હતી તેવી લગભગ 300 કવિતાઓને તેમની વિષયવસ્તુ પ્રમાણે બે સરખા ભાગમાં વહેંચીને અલગ અલગ બે કાવ્યસંગ્રહો છાપવામાં આવ્યાં જેમનાં નામ છે અનુક્રમે વિજયપંથ અને સિંહગર્જના પોતાના કાવ્ય સર્જન વિશે કવિ કહે છે કે ઉભરાઈ રહેલી તીવ્ર લાગણીઓ જ્યારે સહજ રીતે શબ્દ દેહ ધારણ કરે છે તો તે કવિતા બનીને ઝરણાની માફક વહેવા માંડે છે. ઝરણાના નીર સહજ રીતે જ ઉપરની સપાટીએથી નીચેની સપાટી તરફ વહે છે, આવી રીતે વહેવા માટે ઝરણાના નિર્ણય કોઈ પરિશ્રમ કરવો પડતો નથી. તે જ પ્રમાણે તીવ્ર લાગણીઓ માંથી પ્રગટ થતું કાર્ય સર્જન પણ સહજ હોય છે અને કવિશ્રીએ પણ આ સહજ કાવ્ય સર્જનનો અનુભવ કરીને આ કાવ્ય લખ્યાં છે અને જેથી આપણને આ બંને કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયા છે.