VIJAYPANTH
400.00 360.00
કવિ શ્રી ડી.જી. વણજારાના કારાવાસ દરમિયાન લખેલી બધી જ કવિતાઓ પૈકી જે છપાવવા જેવી હતી તેવી લગભગ 300 કવિતાઓને તેમની વિષયવસ્તુ પ્રમાણે બે સરખા ભાગમાં વહેંચીને અલગ અલગ બે કાવ્યસંગ્રહો છાપવામાં આવ્યાં જેમનાં નામ છે અનુક્રમે વિજયપંથ અને સિંહગર્જના પોતાના કાવ્ય સર્જન વિશે કવિ કહે છે કે ઉભરાઈ રહેલી તીવ્ર લાગણીઓ જ્યારે સહજ રીતે શબ્દ દેહ ધારણ કરે છે તો તે કવિતા બનીને ઝરણાની માફક વહેવા માંડે છે. ઝરણાના નીર સહજ રીતે જ ઉપરની સપાટીએથી નીચેની સપાટી તરફ વહે છે, આવી રીતે વહેવા માટે ઝરણાના નિર્ણય કોઈ પરિશ્રમ કરવો પડતો નથી. તે જ પ્રમાણે તીવ્ર લાગણીઓ માંથી પ્રગટ થતું કાર્ય સર્જન પણ સહજ હોય છે અને કવિશ્રીએ પણ આ સહજ કાવ્ય સર્જનનો અનુભવ કરીને આ કાવ્ય લખ્યાં છે અને જેથી આપણને આ બંને કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયા છે.
5 in stock
Description
પોતાના સર્જનહારો તું જ સ્વયં છે કાવ્યમાં કવિ સર્જનહારને ઉદ્દેશીને કહે છે કે, કલમ થયો છું માલિક તારી, નથી હેસિયત મારી કલમ મહીં ના સાર કહીં, તેં શ્યાહી ભરી સવાયી. શ્રી વણજારાસાહેબની ભાષામાં કહીએ તો તેમના ચાર કાવ્યસંગ્રહો ગુજરાતી સાહિત્ય અને કાવ્ય જગતના ચાર વેદ સમાન છે, એવું કહ્યા બાદ તેઓ એમ પણ કહે છે કે આ કોઈ અતિશયોક્તિ નથી. પોતાના ચાર કાવ્યસંગ્રહોને તેઓ તેમના દ્વારા થયેલી રાષ્ટ્રવંદનાનું પ્રગટ સ્વરૂપ માને છે.
Additional information
| Dimensions | 22.5 × 14.5 × 1.5 cm |
|---|







Reviews
There are no reviews yet.