Swachatama Shanpan
500.00‘‘સ્વચ્છતામાં શાણપણ – જાજરૂની ઝુંબેશ” પુસ્તકના લેખિકા જયંતિ એસ રવિ એક વૈજ્ઞાનિક, સિવિલ સર્વન્ટ, વક્તા અને શિક્ષાવિદ છે. આ પુસ્તક, આ લેખિકા, આઇ.એ.એસ અધિકારીનાં ‘ખુલ્લામાં શૌચ મુક્ત મિશન’ વિશેનાં સંનિષ્ઠ કાર્યો પર પ્રકાશ પાડે છે. ‘ખુલ્લામાં મળ ત્યાગ મુક્ત મિશન’ની જમીની હકીકત અને વહીવટી કામોની બારીકાઈને તેમણે ખૂબ સારી રીતે વર્ણવી છે. શૌચાલય બનાવવા માટેના નક્કર, ટેકનિકલ અને વૈજ્ઞાનિક તેમ છતાં કરકસરયુક્ત અને સાદી ડિઝાઇનના માપદંડ જાળવીને મળ કચરાના યોગ્ય નિકાલ માટેના મૂળભૂત નિયમો મજબૂત કરવામાં લેખિકા નો ઘણો મોટો હાથ રહ્યો છે