• Adhyayan Adhyanni Prakriya

    Adhyayan Adhyanni Prakriya

    400.00
  • Clasroom Technica

    Clasroom Technica

    500.00

    શિક્ષકની કોઈ એક શિક્ષણ પદ્ધતિ ભિન્ન ભિન્ન મનોભાવો અને શક્તિઓ ધરાવતા બાળકો પર એક સરખી અસરકારકની નીવડતી નથી, પરંતુ તેમની રુચિ અને અરુચિ પ્રમાણે તેનું અલગ અલગ પરિણામ જોવા મળે છે. કુટુંબનું જુદું જુદું વાતાવરણ, શારીરિક અને ભૌતિક શક્તિઓનું વૈવિધ્ય તથા કેટલાક વૈયક્તિક ભેદભાવોને પરિણામે આજે વર્ગ શિક્ષણ બિન અસરકારક નીવડતું જણાય છે અને બાળકોને શિક્ષણ કંટાળા રૂપ અને બોજારોપ લાગવા માંડે છે. આમ, લેખક કહે છે કે અભ્યાસક્રમમાં મૂળભૂત પરિવર્તન લાવવાની પ્રથમ જરૂરિયાત છે. બાળકને રોજિંદા વ્યવહારમાં ઉપયોગી એવું ગણિત, ઈતિહાસ, ભૂગોળનું જ્ઞાન, તેના વ્યક્તિત્વનો વિકાસ કરે તેવા સમાજવિદ્યાનું જ્ઞાન, નાગરિકની ફરજો, જીવનમાં ઉપયોગી ગૃહ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, પ્રાથમિક યંત્ર વિજ્ઞાન, આરોગ્યના મૂળભૂત ખ્યાલો, સાદી મોજણી, વપરાતી ભાષા અને તેનો ઉપયોગ આ બધું લક્ષમાં રાખીને અભ્યાસની પુન:રચના કરવી જરૂરી લાગે છે.

  • English Technica

    English Technica

    450.00
  • Kelavani Kaushalya

    Kelavani Kaushalya

    550.00

    શિક્ષણ અને કેળવણીને લગતા કોઈપણ વિચાર કે મુદ્દા ઉપરની માહિતી કે માર્ગદર્શન મેળવવા માટેનો એક એન્સાઈકલોપીડિયા જેવો આ ગ્રંથ હજારો શિક્ષકો, આચાર્ય અને શિક્ષણપ્રેમીજનોને પ્રેરક માહિતી અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવા માટે સક્ષમ બની રહે તેવો છે. શિક્ષણ અને કેળવણી બંનેની બહુ સરસ વ્યાખ્યા કરીને કેળવણી પર ભાર મૂકીને સંપાદનકર્તા કહે છે કે શિક્ષણ એટલે જ્ઞાન પ્રાપ્તિ પરંતુ, જ્ઞાન પ્રાપ્તિ ઉપરાંત તે અંગેનું કૌશલ્ય અને બંનેનો વિનયપૂર્વકનો ઉપયોગ એટલે કેળવણી.

  • KURTAY SADA MANGLAM

    KURTAY SADA MANGLAM

    750.00

    શિક્ષણ, મનોવિજ્ઞાન, અને મનોચિકિત્સાના ક્ષેત્રે લેખકનો બહોળો અનુભવ આ પુસ્તકના દરેક પાના પર દ્રષ્ટિગોચર થાય છે. પોતાની નિદાનપ્રક્રિયા દરમ્યાન લેખક અનેક મનોરોગી સ્ત્રીપુરુષોના સંપર્કમાં આવ્યા છે અને તેમણે, તેમના દામ્પત્ય જીવનની વિષમતાઓ અને અધૂરપો અંગે સચોટ માર્ગદર્શન આપ્યું છે. લેખક સ્ત્રીપુરુષના સહજીવન અંગે ઊંડાણથી ચર્ચા કરે છે અને કુટુંબ વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સામાન્ય પરિબળોની ખુલીને ચર્ચા કરે છે.

  • MANNI MUZAVAN MOHANNE KAHIE

    MANNI MUZAVAN MOHANNE KAHIE

    750.00

    શિક્ષણ અને કેળવણી વિશે પચાસ-પંચાવન પુસ્તકો લખ્યા પછી લેખકને એવું થયું કે શિક્ષણ-કેળવણીનું ક્ષેત્ર ફક્ત અધ્યયન અને અધ્યાપન પૂરતું સીમિત ન હોઈ શકે પરંતુ તે સમગ્ર માનવ કુળ, સમાજ અને તેના સૌ જનોને ઉંમરની મર્યાદા વગર સ્પર્શતું અને અસર કરતું હોવું જોઈએ.

  • Mari Shaishanik Smaranyatra

    Mari Shaishanik Smaranyatra

    500.00
  • NAVLA PRABHATE

    NAVLA PRABHATE

    1,000.00

    આ પુસ્તક સામાન્ય પુસ્તક થી કંઈક જુદું જ છે. આ અનોખું પુસ્તક એક ડાયરીના રૂપમાં છે જેમાં લેખકે પહેલી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીની તેમની વિચારયાત્રાને કેદ કરી છે.રોજ સવારે એક નવો વિચાર તેમણે ડાયરીમાં ઉતાર્યો છે અને એક વર્ષના અંતે તેને પુસ્તક તરીકે પ્રગટ કર્યું છે. આમ, પુસ્તકનું દરેક નવું પાન એક નવો જ વિચાર રજૂ કરે છે અને ૩૬૫ વૈવિધ્યપૂર્ણ વિષયો પરનાં તેમનાં વિચારો વાચકના મનને પણ નવપલ્લવિત કરી જાય છે. આ ૩૬૫ પેઈજમાં અગણિત પ્રેરણાસ્ત્રોતો છૂપાયેલાં છે.

  • Shaishanik Chintan

    Shaishanik Chintan

    500.00

    ડોક્ટર મોહનભાઈ પંચાલ દ્વારા લિખિત ‘શૈક્ષણિક ચિંતન પુસ્તકમાં વર્ગખંડોમાં કેદ થયેલા શિક્ષણને મુક્તિ આપીને તેને જીવન ઉપયોગી અને વ્યવહારો આયામ બક્ષનાર લેખક શિક્ષણમાં ક્રિયાત્મક અને પ્રાયોગિક પરિવર્તનની વાત કરે છે. તેઓ કહે છે, પરિવર્તનની પ્રક્રિયા અવિરત ચાલ્યા જ કરે છે. આ પરિસ્થિતિઓના સંદર્ભમાં શિક્ષણ પણ બદલાવું જોઈએ. શિક્ષણનાં સિદ્ધાંતો, પદ્ધતિઓ અને પરિણામોમાં આમૂલ પરિવર્તન આવે એ સ્વાભાવિક ગણાવું જોઈએ. દેશ અને દુનિયામાં સામાજિક, આર્થિક, ઔદ્યોગિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આપણા દેશમાં જે પરિવર્તનો આવી રહ્યા છે તેના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રે બહુ જૂજ, સામાન્ય પરિવર્તન આવ્યું છે.

  • Vidhyabhyas

    Vidhyabhyas

    250.00
  • VITYAN VARSHO JEMAN...

    VITYAN VARSHO JEMAN…

    1,000.00

    વર્ગખંડોમાં કેદ થયેલા શિક્ષણને મુક્તિ આપીને તેને જીવન ઉપયોગી અને વ્યવહારુ આયામ બક્ષનાર ડૉ. મોહનભાઈ પંચાલ જેવા શિક્ષણકારોએ ગુજરાતની જનતાને ફક્ત શિક્ષણ અને કેળવણી વિષયક જ નહીં પરંતુ ઘણા બધા અર્થસભર પુસ્તકો આપ્યા છે અને તે બધા પુસ્તકોનો નિચોડ એ આ પુસ્તક છે.

  • ZANZANAN ZANZAR

    ZANZANAN ZANZAR

    900.00

    શિક્ષણમાં લબ્ધ પ્રતિષ્ઠિત કેળવણીકાર ડોક્ટર મોહનભાઈ પંચાલની સર્જન યાત્રા ધ્યાન ખેંચનાર બની રહી છે. શૈક્ષણિક વિષયવસ્તુ પર રચાયેલી તેમની આ પહેલી જ નવલકથા એક અનોખી જ ભાત પાડે છે. તેઓ એક જાણીતા શિક્ષણવિદ હોવાથી આ નવલકથા ઉપર તેમની પકડ જોઈ શકાય છે.