Showing 37–48 of 48 results
-

500.00 450.00
સીધું ને સટ
આપણી આસપાસની દુનિયા વિષે લેખક એવી રીતે વાત માંડે છે કે વાચક એમાં એકરસ થઈને તેને અંત સુધી માણે. સીધું ને સટ એટલે એવું પુસ્તક જે એક વાર હાથમાં લીધા પછી નીચે મુકવું મુશ્કેલ પડે. પુસ્તકમાં સાવ સીધી સાદી વાત પણ લેખકની કલમથી જીવંત થઇ જાય છે અને વાચક તે લેખ એક જ બેઠકે વાંચવાની લાલચ રોકી શકતો નથી.
-

-

700.00 630.00
સુખી જિંદગી જીવવાના ચમત્કારિક રહસ્યો
આ પુસ્તક એવા લેખક દ્વારા લખાયેલ છે કે જે ‘મિશન હેપ્પીનેસ’ ચલાવે છે. આમ સમજી શકાય છે કે પુસ્તકનું આ નામ કેટલું સાર્થક છે અને તે વાંચીને આત્મસાત કરવામાં આવે તો એ ચમત્કારિક રહસ્યો હકીકત બનીને વાચકની જીંદગીમાં અવતરે છે. પુસ્તકના મથાળા સાથે જ લેખક ઉમેરે છે “શાનદાર સુખ અને જબરદસ્ત જિંદગીનીતમામ જડીબુટ્ટીઓ માત્ર અને માત્ર આ એક પુસ્તક પ્રસાદમાં.” સાથે જ લેખક ઉમેરે છે, “વિચારો દિવ્ય, તો વિશ્વ ભવ્ય.”
-

500.00 450.00
‘‘સ્વચ્છતામાં શાણપણ – જાજરૂની ઝુંબેશ” પુસ્તકના લેખિકા જયંતિ એસ રવિ એક વૈજ્ઞાનિક, સિવિલ સર્વન્ટ, વક્તા અને શિક્ષાવિદ છે. આ પુસ્તક, આ લેખિકા, આઇ.એ.એસ અધિકારીનાં ‘ખુલ્લામાં શૌચ મુક્ત મિશન’ વિશેનાં સંનિષ્ઠ કાર્યો પર પ્રકાશ પાડે છે. ‘ખુલ્લામાં મળ ત્યાગ મુક્ત મિશન’ની જમીની હકીકત અને વહીવટી કામોની બારીકાઈને તેમણે ખૂબ સારી રીતે વર્ણવી છે. શૌચાલય બનાવવા માટેના નક્કર, ટેકનિકલ અને વૈજ્ઞાનિક તેમ છતાં કરકસરયુક્ત અને સાદી ડિઝાઇનના માપદંડ જાળવીને મળ કચરાના યોગ્ય નિકાલ માટેના મૂળભૂત નિયમો મજબૂત કરવામાં લેખિકા નો ઘણો મોટો હાથ રહ્યો છે
-

-

1,000.00 900.00
The One and Only…DHIRUBHAI AMBANI
This book depicts the vision and greatness of an Industrialist whose business wisdom was noticed by the whole world. This great man is ‘Dhirubhai Ambani’. This Gujarati developed a huge business empire and generated thousands of jobs in the country. With his sagacity, he has contributed a lot to the development of the country. This patriot businessman believed that what is right for the country is also right for his company ‘Reliance Industries’.
-

700.00 630.00
અતુલ કરવલ કે જે ઇન્ડિયન પોલીસ સર્વિસના ઓફિસર છે. તેમણે જોયેલ એક અશક્યવત સપનાને, જિંદગીનું જોખમ ખેડીને, અપાર વિઘ્નોને પાર કરીને સાકાર કરવાની આ પ્રેરણા ગાથા છે. ગુજરાતના સૌપ્રથમ એવરેસ્ટ આરોહકની આ સાહસ કથા છે. તમામ મુશ્કેલીઓનો સામનો કરી જીવનનાં મસમોટાં સપનાંને સાકાર કરવાની આ પ્રેરણા ગાથા છે અને મનની શક્તિ વડે શરીરની ક્ષમતાઓની સીમા વધારવાની આ ચિંતનયાત્રા છે. આ પુસ્તકમાં લેખક એક જગ્યાએ લખે છે, “મન પાસે માનવીય સિદ્ધિઓની સીમાઓ તોડવાની તાકાત છે.” આ પુસ્તક વિશે હીઝ હોલીનેસ ધ દલાઈ લામા કહે છે, આ પ્રેરણાદાયી પુસ્તક ‘થિન્ક એવરેસ્ટ’ બીજાઓને પણ શ્રી કરવલની સિદ્ધિની બરાબરી કરવાનું પ્રોત્સાહન આપશે એમાં શંકાને સ્થાન નથી.
-

-

500.00 450.00
ટૂંકું ને ટચ
પુસ્તકના લેખક શ્રી પુલક ત્રિવેદી વિશે લોકલાડીલા લેખક શ્રી જય વસાવડાના શબ્દો ખૂબ જ રમણીય છે. તેઓ લેખક વિષે કહે છે કે, “જિંદગીને શાબાશ કહી મનગમતું આકાશ ઉઘાડીને પુલકિત કરતી પ્રેરણા.” લેખકશ્રી ની એક કોલમ ‘આત્મનાદ’ માં લખાયેલા લેખોમાંથી કેટલાક પસંદગીના લેખોનું પુસ્તક એટલે ‘ટૂંકું ને ટચ.’ પુસ્તકમાં લેખકે સામાન્ય માનવ જીવનને અસરકર્તા મુદ્દાઓ પર બાખૂબી કલમ ફેરવી છે અને તે મુદ્દા વિશેની વાસ્તવિક ચર્ચા ખૂબ હળવાશથી કરી છે.
-

550.00 495.00
અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયમાંથી એમ એ કર્યા બાદ, પોલીસ પ્રશિક્ષણ દરમિયાન જ તેઓ આઈ.એ.એસ. ગુજરાત 1965ની બેચમાં ગુજરાતમાં આવી ગયા હતા. તેમણે ગુજરાત સરકારની જુદી જુદી જગ્યાઓ પર પોતાની વિવિધ ભૂમિકાઓ નિભાવી અને તે દરમિયાન મેળવેલા અનુભવોનું સમૃદ્ધ ભાથું તેઓ આ પુસ્તક દ્વ્રારા વહેંચી રહ્યા છે. આ સંસ્મરણ અશોક ભાટિયાના વ્યક્તિગત જીવનના ઉતાર-ચડાવ, સંઘર્ષો અને સફળતાઓ વિશે છે. તેમણે પોતાના સમયના જીવનનું અહીંયા સચોટ, તટસ્થ અને જીવંત ચિત્રણ કર્યું છે.
-

300.00 270.00
લેખક કહે છે કે જગતની પ્રથમ પાંચ મહત્વની શોધો ગણવાની હોય તો પૈડું અને અગ્નિ ઉપરાંત તેમાં વર્લ્ડ વાઈડ વેબનો પણ સમાવેશ આપણે કરવો જોઈએ. વર્લ્ડ વાઈડ વેબ નો વેગ જોતાં કહી શકીએ કે વિજ્ઞાનની ભાગ્યે જ કોઈ શોધ આટલી ઝડપે આટલા લોકો સુધી પહોંચી હશે અને પોતાના મૂળિયા આટલા ઊંડા જમાવી દીધા હશે.
-
