Najaranu
નજરાણું પુસ્તક એ આંખો પર લખાયેલા ગદ્યપદ્યની નેત્ર સંહિતા છે જે વિશ્વના મહાનુભાવોની આંખો શું કહેવા માંગે છે તે કલાત્મક રીતે વર્ણવે છે અને તેમના ચરિત્રને બખૂબી રજૂ કરે છે. હિટલર હોય કે હુડીની, દરેક આંખ કઈક કહે છે.
Subtotal: 2,160.00
Showing all 6 results
પાર્થિવી અધ્યારુ શાહ એક કવિયિત્રી, ટ્રાન્સલેટર અને લેખિકા છે. આ પુસ્તક લેખિકાની પોતાની સાહિત્યની અને જીવનની જર્ની વર્ણવે છે. પુસ્તકમાં તેમણે પોતાની સખીઓ વિશે દિલ ખોલીને લખ્યું છે. સખીઓને પણ પોતાની લેખનકાર્યની જર્નીમાં સામેલ કરી તેમણે ગુજરાતી સાહિત્યમાં એક નવતર પ્રયોગ કર્યો છે. પાર્થિવીબેનના શબ્દોમાં કહીએ તો આ આત્મકથા નહીં પરંતુ આત્મગાથા છે જેમાં શબ્દે-શબ્દે લાગણીઓના તાણાવાણા ગૂંથાયા છે. તેમના મતે માતૃભાષામાં ઢોળાયેલા સ્પંદનો આ પુસ્તકને એક પરી સંવાદની ગાથા બનાવે છે.
પાર્થિવી અધ્યારુ શાહના કાવ્યસંગ્રહ સરયુ સ્નેહની સુરેલી સરવાણી એક બહુવિધ વિષયોને આવરી લેતાં કાવ્યોનો એક ઉમદા કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહના કવિયિત્રી પાર્થિવી અધ્યારુ શાહના ગુરુ, શ્રી સુધા ભટ્ટ કવિયિત્રીનું સુંદર શબ્દ ચિત્ર રજૂ કરે છે.
આ એક માણવા, મમળાવવા જેવો સુંદર કાવ્ય સંગ્રહ છે. કવિયિત્રીના શબ્દોમાં કહીએ તો આ પુસ્તક એક નવતર પ્રયોગ રૂપે લખાયું છે. કવિયિત્રી કહે છે કે, દરેક ક્ષેત્રમાં અવનવી શોધ થતી હોય તો સાહિત્યનું ક્ષેત્ર કેવી રીતે પાછળ રહી જાય.