BHARAT NI VACCINE VIKAS YATRA
ખૂબ મહત્વની પણ ખૂબ ઓછી ચર્ચા પામેલી ભારતની રસી-વિષયક નીતિઓને જાણવા-માણવા માટે ખૂબ સુંદર પુસ્તક. ઇતિહાસમાં ડોકિયું કરી રસી શબ્દની વિભાવના અને શોધ અને તેની પાછળની રસપ્રદ, જાણવા યોગ્ય માહિતી એક IAS ઓફિસરની અધિકૃત કલમે કહેવાઈ છે.અભૂતપૂર્વ સમયમાં સ્વદેશી રસીના ઉત્પાદન દ્વારા સમગ્ર વિશ્વમાંથી ભારતે પ્રાપ્ત કરેલ સરાહના તથા રસીનો ઈતિહાસ, રસીની આર્થિક, સામાજિક અસરો, રસી મુત્સદ્દીગીરી, રસી મૈત્રી જેવાં મુદ્દાઓની રસપ્રદ છણાવટ કરતું પુસ્તક “ભારતની વેક્સીન વિકાસ યાત્રા” રસી વિશેની ભૂતકાળની અને વર્તમાનની સઘળી વાતો આવરી લે છે તથા ભવિષ્યમાં રસીનું પ્રારૂપ અને તેને લગતાં અન્ય મુદ્દાઓની ચર્ચા કરે છે.