Jodakna Gadi
2,500.00 2,250.00
જોડકણાં ગાડી
બાળકને સૌથી વધારે ગમતી પ્રવૃત્તિને ઓળખી, બાળક દ્વારા સહેલાઈથી ફાટી ના જાય તેવી રીતે, બાળકને ગમતી મોટી સાઈઝમાં ‘જોડકણાં ગાડી’ બનાવવામાં આવેલ છે. જોડકણાંને ચોક્કસ તાલ અને લયમાં ગાવું બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. બાળકોને તેની આસપાસની દુનિયામાં જોવા મળતી દરેક વસ્તુનો પરિચય જોડકણાં ગાડી પુસ્તકમાં આપવામાં આવેલાં જોડકણાં સાથેનાં વિવિધ પ્રકારના ચાર્ટ દ્વારા રમતાં-રમતાં મળી શકે છે. જોડકણાં ગાડી પુસ્તકમાં પર્યાવરણ, વૃક્ષો, ખેતીના પાક તથા બાળકોની આસપાસની દુનિયાની તમામ વસ્તુઓને આવરી લેતાં વિવિધ પ્રકારનાં રંગબેરંગી ચાર્ટનો સમાવેશ કરાયેલ છે.
9 in stock
Description
આ ઉપરાંત વિવિધ પ્રકારનાં વ્યવસાય, કુટુંબના વિવિધ સભ્યો, શરીરના મુખ્ય અંગો, હવામાન અને ઋતુઓ સાથે માનવ પ્રવૃત્તિની વિગતો પૂરી પાડતા ચાર્ટ નો સમાવેશ કરવામાં આવેલ છે. જોડકણાં ગાડીમાં ગણિતની પ્રાથમિક જાણકારી તથા ગુજરાતી ભાષામાં રસપ્રદ સચિત્ર વાર્તાઓનો પણ સમાવેશ કરાયેલ છે. આમ, ‘જોડકણાં ગાડી’ પુસ્તક દરેક બાળક માટે એક સારો મિત્ર અને માર્ગદર્શક બની રહે છે.
Additional information
Dimensions | 35.5 × 43 × 2 cm |
---|
Reviews
There are no reviews yet.