Liberty @75
600.00
દરેક ભારતીયના દિલને ઊંડાણથી સ્પર્શી જાય તેવું નામ ધરાવનાર પુસ્તક આઝાદીના 75 વર્ષ પૂરાં થવાને ગૌરવપ્રદ રીતે ઉજવવાનો દરેક ભારતીયનો સંકલ્પ દોહરાવે છે. આ અવસર દેશ માટે ગર્વ કરવાનો છે. આ પુસ્તકમાં એવી તમામ માહિતી છે જે વાંચી કોઈપણ ભારતીયને ગૌરવની અનુભૂતિ થાય. આ પુસ્તક, આ ગૌરવપ્રદ અવસરે ભારત દેશના વિકાસ માટે ચાલકબળ સમાન, ગણતંત્રનું રક્ષણ અને જતન કરતી સરકારી છતાં સ્વતંત્ર, સ્વાયત્ત સંસ્થાઓને બિરદાવે છે જેમાં જી.એસ.આઈ., સી.એ.જી., એ.એસ.આઈ.,મીટરીયોલોજીકલ ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા, નેશનલ આર્કાઇવ્ઝ, ભારતીય સેના-ભૂમિદળ, નૌસેના અને એર ફોર્સ, કોસ્ટ ગાર્ડ, યુ.પી.એસ.સી., આઈ.બી.,આર.બી.આઈ. જેવી અનેકોનેક સંસ્થાઓની માહિતી આપે છે.
Description
આઝાદીની લડતમાં જોમ, જુસ્સો પ્રેરતા અને પ્રાણ ફૂંકતા નારા, સૂત્રો – સ્લોગનો, તેની સાથે જોડાયેલી યાદગાર અને યશસ્વી ઘટનાઓ સાથે અહીં આપેલાં છે. દેશની આઝાદી માટે દેશના ખૂણે-ખૂણેથી અગણિત લોકોએ કોઈ ને કોઈ રીતે બલિદાનો આપ્યાં છે. આપણી આઝાદી સંખ્યાબંધ નવલોહિયા યુવાનોના પરાક્રમો અને બલિદાનોની શૌર્ય ગાથાઓથી સભર છે. આ પુસ્તકમાં આવા જાણ્યા-અજાણ્યા શહીદ વીર-વીરાંગનાઓને યાદ કરી તેમના વિશેની માહિતી મૂકવામાં આવેલી છે. આવી દેશભક્તિની વાતો-વર્ણનો સાથેનું આ પુસ્તકનું આલેખન, તેના નામને સાર્થક કરે છે.
Additional information
Dimensions | 21.8 × 16.5 × 1.9 cm |
---|
Reviews
There are no reviews yet.