MAHITI ADHIKAR ADHINIYAM MARGDARSHIKA

1,000.00

લેખક શ્રી બિપીનચંદ્ર વૈષ્ણવ પોતાની પ્રસ્તાવનામાં સૌથી પહેલા શ્રી સેમ્યુઅલ જોન્સનની એક લીટી ટાંકે છે. કે, “જ્ઞાન બે પ્રકારનું છે – એક તો માહિતી અને બીજું માહિતીના ઉદગમસ્થાનની આપણને જાણ હોવી.” આ પુસ્તક સાથે આ વાત ખૂબ જ બંધ બેસે છે. આ પુસ્તક એટલે આઠ માસના કાયદા નિયમોના અમલના અનુભવ પછી માહિતી અધિકારની વૈશ્વિક પૂર્વભૂમિકા અને વિચારધારા, કલમ-નિયમવાર ચર્ચા અને કેન્દ્રીય માહિતી પંચના બહાર પડેલ ચુકાદાઓ અને સરકારી ઠરાવો, પરિપત્રોની વિગતો સાથેનું આ અભ્યાસપૂર્ણ સંપૂર્ણ માહિતીસભર પ્રકાશન. લેખકે ઘણી મહેનત પછી, આ પુસ્તક દ્વારા આ હકીકતો ને જુદી જુદી જગ્યાએથી એકઠી કરીને એક જ પુસ્તકમાં મૂકી છે જેથી વાચકોને તે હાથવગી બની રહે અને ખૂબ જ ઉપયોગી બને.

10 in stock

Description

માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અને નિયમો
(તારીખ 15-2-2020 સુધી સુધારેલ કલમ-નિયમવાર ચર્ચા, ચુકાદાઓ, ઠરાવો, પરિપત્રો સહિતનું સંપૂર્ણ મેન્યુઅલ)
સંપાદક બિપીનચંદ્ર વૈષ્ણવ આઈ. એ. એસ. (નિવૃત્ત)
અદાલતો માં જોરદાર મુકદમાબાજી અને સુપ્રીમ કોર્ટની કેટલીક ઘોષણાઓ પછી સરકારે ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારને માન્યતા આપતો કાયદો ઘડવાનો નિર્ણય કર્યો, જે હતો દરેક નાગરિકના જીવનને સમગ્રતયા સ્પર્શતું સરકારી તંત્ર ખરેખર કેવી રીતે કામ કરે છે, આ તંત્ર દ્વારા શા માટે અને કયા પગલાં લેવામાં આવ્યાં, કોણે લીધાં તે જાણવાનો નાગરિકનો મૂળભૂત અધિકાર છે તે વાતનો કાયદાકીય સ્વીકાર. કોઈપણ ભારતીય નાગરિક કોઈપણ સરકારી ખાતાની કે સરકાર હસ્તકના નિગમ, પંચાયત, નગરપાલિકા અથવા સરકારી ગ્રાન્ટ લેતી સંસ્થાઓને લગતી માહિતી માગી શકશે, જે માહિતી અત્યાર સુધી સરકારી સત્તાધીશોના નિયંત્રણ હેઠળ હતી.

Additional information

Dimensions 24.5 × 18.5 × 2 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “MAHITI ADHIKAR ADHINIYAM MARGDARSHIKA”

Your email address will not be published. Required fields are marked *