Modi @ 20 Sapna Thaya Sakar

1,200.00

મોદી@20 – સપનાં થયાં સાકાર
આ પુસ્તકનું નામ કંઈક વિશેષ સંદેશ આપે છે. દેશપ્રેમનો પર્યાય બની રહેલું નામ એટલે લોકલાડીલા, માનનીય વડાપ્રધાનશ્રી મોદીજીનું નામ. આમ, આ પુસ્તકનું નામ કંઈક વિશેષ સંદેશ આપે છે. પુસ્તકના નામમાં શ્રી મોદીજીનું નામ હોવાં છતાં તે દેશના વિકાસ બાબતે છે તેવું વણકહ્યે જ સમજાઈ જાય છે. તો આપણે આ પુસ્તક વિશે જાણીએ. આ પુસ્તકમાં દેશના 22 મહાનુભાવો દ્વારા લખાયેલ 21 પ્રકરણોનો સંગ્રહ છે, જેમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા થયેલા રાષ્ટ્ર હિતના કાર્યને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોએ કર્યો છે. આ પુસ્તક ‘‘મોદી@20 – સપનાં થયાં સાકાર’’ 5 ભાગ અને 11 પ્રકરણમાં વિભાજીત છે. દરેક પ્રકરણનું આલેખન સમાજના પ્રતિષ્ઠિત, જે-તે વિષયના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે.

2 in stock

Description

દરેક પ્રકરણ પાછલા 20 વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓને તેમના સંબંધિત વિષય, ટીકા, માહિતી સાથે આવરી લે છે અને જે તે ઘટનાની વિસ્તૃત ચર્ચા કરે છે. પહેલો ભાગ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની નીતિઓની સામાજિક અસર, બીજો વિભાગ રાજકીય અસર, ત્રીજો વિભાગ આર્થિક નીતિ પર અસર, ચોથો વિભાગ તેમના શાસનના નવા પરિણામો અને પાંચમા વિભાગમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત, વિશ્વ સાથે કયા કાર્ય કરે છે તેની ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકમાં આપણા ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ એ પણ રાષ્ટ્રને વિકાસના માર્ગ પર આગળ લઇ જતાં શ્રી નરેન્દ્ર મોદીના વૈવિધ્યપૂર્ણ ગુણો પર પ્રકાશ પાડીને પુસ્તકને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ પુસ્તકમાં આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ તથા અમિષ ત્રિપાઠી, અનુપમ ખેર જેવા વિવિધ ક્ષેત્રીય તજજ્ઞો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શાસનકાળને આપણા રાષ્ટ્રના વિકાસનો કાળ ગણાવી તેમને એક આદર્શ નેતા તરીકે પ્રસ્થાપિત કરે છે. સદગુરુ શ્રી જગ્ગી વાસુદેવ, લોકપ્રિય લેખિકા શ્રી સુધા મૂર્તિ, ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર વગેરેએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, તેમની કાર્યપ્રણાલી, તેમનો રાષ્ટ્રપ્રેમ અને સેવા ભાવના, તેમની નીતિઓ અને તેની અસરો વિશે વિશેષ છણાવટ કરી છે. આમ, આ પુસ્તક દરેક ભારતીયના પુસ્તક-ખજાનાને વિશેષરૂપે સમૃદ્ધ બનાવશે અને ભારત દેશ વિશેની જાણકારી મેળવવાનો એક નવો જ આયામ ખોલી આપશે.

Additional information

Dimensions 24.1 × 16.1 × 4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Modi @ 20 Sapna Thaya Sakar”

Your email address will not be published. Required fields are marked *