THINK EVEREST

700.00

અતુલ કરવલ કે જે ઇન્ડિયન પોલીસ સર્વિસના ઓફિસર છે. તેમણે જોયેલ એક અશક્યવત સપનાને, જિંદગીનું જોખમ ખેડીને, અપાર વિઘ્નોને પાર કરીને સાકાર કરવાની આ પ્રેરણા ગાથા છે. ગુજરાતના સૌપ્રથમ એવરેસ્ટ આરોહકની આ સાહસ કથા છે. તમામ મુશ્કેલીઓનો સામનો કરી જીવનનાં મસમોટાં સપનાંને સાકાર કરવાની આ પ્રેરણા ગાથા છે અને મનની શક્તિ વડે શરીરની ક્ષમતાઓની સીમા વધારવાની આ ચિંતનયાત્રા છે. આ પુસ્તકમાં લેખક એક જગ્યાએ લખે છે, “મન પાસે માનવીય સિદ્ધિઓની સીમાઓ તોડવાની તાકાત છે.” આ પુસ્તક વિશે હીઝ હોલીનેસ ધ દલાઈ લામા કહે છે, આ પ્રેરણાદાયી પુસ્તક ‘થિન્ક એવરેસ્ટ’ બીજાઓને પણ શ્રી કરવલની સિદ્ધિની બરાબરી કરવાનું પ્રોત્સાહન આપશે એમાં શંકાને સ્થાન નથી.

1 in stock

Description

વિમેન મેગ્સેસે એવોર્ડ વિનર, ઇન્ડિયન પોલીસ સર્વિસના નિવૃત્ત અધિકારી સુશ્રી કિરણ બેદી કહે છે કે ‘થિન્ક એવરેસ્ટ’ આસમાનથીયે ઊંચે કરેલી યાત્રાનું માત્ર ઐતિહાસિક વર્ણન નથી પરંતુ જીવનની દરેક ક્ષણને એ જ ક્ષણે જીવવાની ફિલસૂફીને જીવનનું કેન્દ્ર બનાવીને કેવી રીતે જીવી શકાય તેની અનુભવ ગાથા છે. પર્વતારોહણની વાત અહીં અદભુત રીતે બે કાંઠે સમાંતર વહે છે – એક સાહસ કથા છે, એમાં પડતી શારીરિક તકલીફો અને મુશ્કેલીઓની કથા અને બીજી ચિંતન યાત્રા છે, જીવનનો અર્થ શોધવાની તૃષા સંતોષવા માટેની યાત્રા. પુસ્તકના અનુવાદક શ્રી સૌરભ શાહ કહે છે કે એક રસપ્રદ થ્રીલર વાંચતા હોઈએ તેવી ઉત્કંઠા અહીં પાને પાને ઉભરાય છે, હવે શું થશે, કેવી રીતે થશે એની આતુરતા વાચકને છેલ્લા પાનાં સુધી જકડી રાખે છે.

Additional information

Dimensions 21 × 16 × 1.1 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “THINK EVEREST”

Your email address will not be published. Required fields are marked *