Showing 325–336 of 355 results
-
-
-
Tinka Tinka Tihad
500.00આ પુસ્તકમાં વાત છે જેલ નંબર છ, તિહાર જેલ દિલ્હીની. આ પુસ્તક એવી મહિલાઓનું છે કે જે તિહાર જેલમાં બંધ છે. વિમલા મહેરા અને વર્તિકા નંદા બંનેના સહયોગથી લખાયેલું આ પુસ્તક તિહાર જેલની મહિલાઓના જીવન ઉપર ઘણો પ્રકાશ પાડે છે. લેખિકા કહે છે કે આ પુસ્તક એ એવી મહિલાઓની વાત છે કે જેમનું શરીર કેદ છે પણ મન કેદ નથી. આ પુસ્તકમાં તિહાર જેલની ચાર મહિલા કેદીઓની કવિતા છે જે તેમણે અનેક પીડાઓની વચ્ચે ઘેરાઈ રહ્યા પછી લખી છે. પુસ્તકમાં કવિતાઓની સાથે સાથે જેલની અંદરની કેટલીક દુર્લભ તસવીરો પણ છે. આ તસવીરો મૂકવા પાછળનો તેમનો હેતુ છે વાચકોને તિહાર જેલથી પરિચિત કરાવવાનો.
-
-
-
-
Tu Ane Hu Ek Atarang Anubhuti
150.00આ એક માણવા, મમળાવવા જેવો સુંદર કાવ્ય સંગ્રહ છે. કવિયિત્રીના શબ્દોમાં કહીએ તો આ પુસ્તક એક નવતર પ્રયોગ રૂપે લખાયું છે. કવિયિત્રી કહે છે કે, દરેક ક્ષેત્રમાં અવનવી શોધ થતી હોય તો સાહિત્યનું ક્ષેત્ર કેવી રીતે પાછળ રહી જાય.
-
-
TUNKU NE TUCH
500.00ટૂંકું ને ટચ
પુસ્તકના લેખક શ્રી પુલક ત્રિવેદી વિશે લોકલાડીલા લેખક શ્રી જય વસાવડાના શબ્દો ખૂબ જ રમણીય છે. તેઓ લેખક વિષે કહે છે કે, “જિંદગીને શાબાશ કહી મનગમતું આકાશ ઉઘાડીને પુલકિત કરતી પ્રેરણા.” લેખકશ્રી ની એક કોલમ ‘આત્મનાદ’ માં લખાયેલા લેખોમાંથી કેટલાક પસંદગીના લેખોનું પુસ્તક એટલે ‘ટૂંકું ને ટચ.’ પુસ્તકમાં લેખકે સામાન્ય માનવ જીવનને અસરકર્તા મુદ્દાઓ પર બાખૂબી કલમ ફેરવી છે અને તે મુદ્દા વિશેની વાસ્તવિક ચર્ચા ખૂબ હળવાશથી કરી છે. -
-
-