Showing 37–48 of 177 results
-

-

GPSC/UPSC INTERVIEW MATENU SARAL MARGARDARSHAN
200.00180.00મહત્વના વર્તમાન પ્રવાહોની પૂરક માહિતી અને ઇન્ટરવ્યૂલક્ષી અગત્યની વિગતો સહિત GPSC/UPSCના Interview માટે કહેવાય છે કે તેને પસાર કરવો ઘણો કઠીન છે, પણ જયારે તમારી પાસે રિટાયર્ડ IAS શ્રી વિનોદ અડવાણીનું આ પુસ્તક છે અને તમે તેને આત્મસાત કરો છો, તો ત્યારે નહિ. GPSC/UPSCના Interview માં પૂછાતી વાતોને લઈને આવ્યા છે શ્રી વિનોદ અડવાણી રિટાયર્ડ IAS. આ પુસ્તકમાં ડોકિયું કરતા ખબર પડે છે કે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાના ઇન્ટરવ્યૂમાં ધ્યાન રાખવાની અગત્યની બાબતો જેવા વિષયો પર તેમણે બહુ જ ઝીણું કાન્ત્યું છે. ઉમેદવારના મનમાં ઉદભવેલ નાનામાં નાના પ્રશ્નોનો પણ જવાબ તેને આ પુસ્તક માંથી મળી રહે તે રીતે તેમણે આખા પુસ્તકને મઠાર્યું છે. દાખલા તરીકે GPSC/UPSCના ઇન્ટરવ્યૂના જવાબો માટે આંકડા ગોખવા જોઈએ? અથવા તો GPSC/UPSCના ઇન્ટરવ્યૂમાં સફળ થનાર વ્યક્તિ વિશેષ હોતી નથી પરંતુ એના પ્રયત્નો વિશેષ હોય છે જેવા મહત્વના 14 વિષયો પર તેમણે ખૂબ જ ઊંડાણથી ચર્ચા કરી છે. ચર્ચાની ભાષા ખૂબ સરળ છે જે વાચકને આગળની વાત સમજવા માટે પ્રેરક બને છે.
-

Grahak Thay Raji Dhandhama Ave Teji
225.00202.50વેપારી અને ઉદ્યોગસાહસિકો માટે સફળતાની રાહ ચીંધતું પુસ્તક. ગ્રાહક સાથે ભાવનાત્મક જોડાણ માટે ટેક્નોલોજી વાપરવાની વાત કરતા લેખક મોટેભાગે સામાન્ય વ્યાપારી પેઢીને અનુલક્ષીને જ વેપારના વિવિધ પાસાની વાત કરે છે.
-

GUJARAT JAMIN MEHSUL ADHINIYAM
2,000.001,800.00વિકસતા જમાનામાં રોજબરોજ થતાં કાયદા-નિયમોના સુધારાઓ ઘણા મહત્વના હોય છે. તેથી તે તમામને આવરી લઈને જમીન મહેસૂલ કાયદા નિયમોનું એક આદર્શ સંકલન આ પુસ્તક તરીકે રજૂ કરવામાં આવેલ છે જે દરેક કલમ-નિયમ હેઠળ સરળ સમજૂતી-ચર્ચા સરકારી ઠરાવો-પરિપત્રોના ઉલ્લેખ અને હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના સંબંધકર્તા ચુકાદાઓ સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અધ્યતન સંકલિત પ્રકાશન ખેડૂતો અને મહેસૂલી અધિકારીઓને જ નહીં પરંતુ જમીનનો રહેઠાણ અને ઔદ્યોગિક ઉપયોગ કરતાં સૌ કોઈને તથા રાહત દરે જમીન આપવાની વિવિધ જોગવાઈઓ જોતાં જાહેર સંસ્થાઓ, ટ્રસ્ટો અને પછાત વર્ગની જનતા વગેરેને ઘણું ઉપયોગી હશે.
-

-

GUJARAT PANCHAYAT DHARO
2,000.001,600.00પંચાયતી રાજ વ્યવસ્થા ને 73 માં બંધારણ સુધારાથી બંધારણીય સ્થાન મળ્યું છે, તે અન્વયે 1993 ના પંચાયત અધિનિયમનો અમલ શરૂ થયેલ છે. તેથી, ‘પંચાયત’ વિશેની તમામ માહિતીઓ, તેના સુધારાઓ સાથે આવરી લેતાં આ પુસ્તકનું મહત્વ ઘણું જ વધી જાય છે. આ પુસ્તકમાં પંચાયત ધારાની કલમવાર સરળ સમજૂતી, પંચાયતી વહીવટ અને કાયદાનું સુસંકલન કરીને કાયદાના પ્રબંધો, નિયમો, હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, સરકારી ઠરાવો અને પરિપત્રોની વિગતો સરળ અને મુદ્દાસર રજૂ કરી છે, તેમજ પાછળ છેલ્લે પુરવણી 1 થી 11 માં ઉપયોગી માહિતી પણ મૂકી છે. કાયદાના અમલ અને પંચાયતી વ્યવસ્થા સાથે સંકળાયેલા સૌ કોઈને માટે ‘પંચાયત ધારો’ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડશે.
-

-

-

-

-

-

