Showing 73–84 of 177 results
-

-

-

Liberty @75
600.00540.00દરેક ભારતીયના દિલને ઊંડાણથી સ્પર્શી જાય તેવું નામ ધરાવનાર પુસ્તક આઝાદીના 75 વર્ષ પૂરાં થવાને ગૌરવપ્રદ રીતે ઉજવવાનો દરેક ભારતીયનો સંકલ્પ દોહરાવે છે. આ અવસર દેશ માટે ગર્વ કરવાનો છે. આ પુસ્તકમાં એવી તમામ માહિતી છે જે વાંચી કોઈપણ ભારતીયને ગૌરવની અનુભૂતિ થાય. આ પુસ્તક, આ ગૌરવપ્રદ અવસરે ભારત દેશના વિકાસ માટે ચાલકબળ સમાન, ગણતંત્રનું રક્ષણ અને જતન કરતી સરકારી છતાં સ્વતંત્ર, સ્વાયત્ત સંસ્થાઓને બિરદાવે છે જેમાં જી.એસ.આઈ., સી.એ.જી., એ.એસ.આઈ.,મીટરીયોલોજીકલ ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા, નેશનલ આર્કાઇવ્ઝ, ભારતીય સેના-ભૂમિદળ, નૌસેના અને એર ફોર્સ, કોસ્ટ ગાર્ડ, યુ.પી.એસ.સી., આઈ.બી.,આર.બી.આઈ. જેવી અનેકોનેક સંસ્થાઓની માહિતી આપે છે.
-

-

-

-

MAHITI ADHIKAR ADHINIYAM MARGDARSHIKA
1,000.00800.00લેખક શ્રી બિપીનચંદ્ર વૈષ્ણવ પોતાની પ્રસ્તાવનામાં સૌથી પહેલા શ્રી સેમ્યુઅલ જોન્સનની એક લીટી ટાંકે છે. કે, “જ્ઞાન બે પ્રકારનું છે – એક તો માહિતી અને બીજું માહિતીના ઉદગમસ્થાનની આપણને જાણ હોવી.” આ પુસ્તક સાથે આ વાત ખૂબ જ બંધ બેસે છે. આ પુસ્તક એટલે આઠ માસના કાયદા નિયમોના અમલના અનુભવ પછી માહિતી અધિકારની વૈશ્વિક પૂર્વભૂમિકા અને વિચારધારા, કલમ-નિયમવાર ચર્ચા અને કેન્દ્રીય માહિતી પંચના બહાર પડેલ ચુકાદાઓ અને સરકારી ઠરાવો, પરિપત્રોની વિગતો સાથેનું આ અભ્યાસપૂર્ણ સંપૂર્ણ માહિતીસભર પ્રકાશન. લેખકે ઘણી મહેનત પછી, આ પુસ્તક દ્વારા આ હકીકતો ને જુદી જુદી જગ્યાએથી એકઠી કરીને એક જ પુસ્તકમાં મૂકી છે જેથી વાચકોને તે હાથવગી બની રહે અને ખૂબ જ ઉપયોગી બને.
-

MAN MARJIVA
500.00450.00શરીરનું સુપ્રીમ લીડર મન છે, પરંતુ મન સાથે વિચારો, ઈમોશન્સ અને આવેગો પણ એટલી જ મોટી ભૂમિકા ભજવે છે. આ પુસ્તકમાં મોટેભાગે મનની, વિચારોની અને ઇમોશન્સની વાત કરવામાં આવી છે તે સિવાય કેમિકલ ઈમ્બેલેન્સ કે હોર્મોન્સ આપણી પર કેવી, કઈ રીતે અને કેમ અસર કરે છે તેના વિશે અહીં કહેવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ફક્ત મનની કે મનની પળોજણની જ વાતો નથી, અહીં તેને ખાસ અને પ્રસ્તુત બનાવવા લોકોના મનના રસ્તે થતી શારીરિક સમસ્યાઓને પણ ફીલ કરીશ સાયન્ટિફિકલી વિઝન ઉમેરવામાં આવ્યું છે.
-

-

-

-

MANNI MUZAVAN MOHANNE KAHIE
750.00675.00શિક્ષણ અને કેળવણી વિશે પચાસ-પંચાવન પુસ્તકો લખ્યા પછી લેખકને એવું થયું કે શિક્ષણ-કેળવણીનું ક્ષેત્ર ફક્ત અધ્યયન અને અધ્યાપન પૂરતું સીમિત ન હોઈ શકે પરંતુ તે સમગ્ર માનવ કુળ, સમાજ અને તેના સૌ જનોને ઉંમરની મર્યાદા વગર સ્પર્શતું અને અસર કરતું હોવું જોઈએ.
